અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની 2 કલાકની રેડ પાડવામાં આવી છે, પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરી આવશે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં AAPના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. પોલીસે રેડ કર્યાનો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી દાવો કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube