ગૌરવ પટેલ/અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી ટાણે AAPના સંયોજક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલથી 2 દિવસ કેજરીવાલ ગુજરાતની મુલાકાત આવશે. જેમાં 2 દિવસમાં કેજરીવાલ 4 જિલ્લામાં સભા સંબોધશે. ગાંધીધામ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મામાં કેજરીવાલ જંગી ચૂંટણી સભા સંબોધશે. પરંતુ આવતીકાલે (1 ઓક્ટોબર) ગાંધીધામ અને જૂનાગઢમાં કેજરીવાલ સભા કરશે, જ્યારે 2 ઓક્ટોબરે સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં સભા સંબોધશે---


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.


2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી  પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.