Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ ગુજરાત પ્રવાસમાં ત્રણેય દિવસ મોટી જનસભાઓ સંબોધવાના છે. જેમાં 28 તારીખે પંચમહાલના મોરવા હડફ અને પાટણની કાંકરેજ બેઠક પર જનસભા યોજાશે. 29મીએ ચીખલી અને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે અને 30મીએ ગારિયાધાર અને ધોરાજીમાં જનસભાને સંબોધશે. કેટલાક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપના કાર્યકર્તાઓ અને જાહેર કરાયેલા ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવશે.


મહત્વનું છે કે, પંજાબના મુખ્યમંત્રી પણ તમામ સભાઓમાં હાજર રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ યાત્રા શરૂ કરશે. આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી યાત્રાની આગેવાની લેશે.


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 28, 29, 30 ઓક્ટોબરે ગુજરાતમાં અલગ અલગ છ જગ્યાએ જનસભા સંબોધશે. 28 તારીખે બપોરે પંચમહાલ વિધાનસભાની મોરવા હડફ બેઠકમાં જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે ચાર વાગે પાટણની કાંકરેજ બેઠક માં જનસભા સંબોધશે.


29 તારીખે સવારે 11:00 વાગે નવસારી ના ચીખલીમાં અને બપોરે ભરૂચના ડેડીયાપાડામાં જનસભા સંબોધશે. 30 ઓક્ટોબરે ભાવનગરની ગારીયાધાર બેઠક પર બપોરે 12 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2:00 વાગે ધોરાજીમાં જાહેર જનસભાને સંબોધિત કરશે. ત્રણ દિવસની અંદર અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન પાર્ટીને મજબૂત કરવા માટે રણનીતિ ઘડશે. કેટલાક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપના કાર્યકર્તાઓ અને જાહેર કરાયેલા ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવશે.