રાજકોટમાં કેજરીવાલની વિશાળ જનસભા, સૌરાષ્ટ્રને કબ્જે કરવા ત્રણેય પક્ષોની સાંસાગડથલ
વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીઓમાં લાગી ચુકી છે. ગુજરાતને કબ્જે કરવા માટે મોટા ભાગની પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટ આવ્યા હતા. અહીં આપના નેતાઓ દ્વારા તેમનું સુતરની આંટીઓ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા જ કેજરીવાલ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભા સંબોધિત કરશે.
રાજકોટ : વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીઓમાં લાગી ચુકી છે. ગુજરાતને કબ્જે કરવા માટે મોટા ભાગની પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટ આવ્યા હતા. અહીં આપના નેતાઓ દ્વારા તેમનું સુતરની આંટીઓ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા જ કેજરીવાલ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભા સંબોધિત કરશે.
ભાજપના જુગારી ધારાસભ્ય સહિત 26 લોકો દોષી જાહેર, 2 વર્ષની સજા, રિસોર્ટનો પરવાનો રદ્દ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની એક દિવસની મુલાકાતે છે. રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત રંગેચંગે કરાયું હતું. અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતનાં નેતાઓ અને સેંકડો કાર્યકરો હાજર રહ્યા હતા. હોટલમાં 5 વાગ્યે તેઓ પત્રકાર પરિષદ સંબોધશે, સાંજે 6-6.30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધિત કરશે. રાત્રી રોકારણ હોટલમાં જ કરશે. બીજા દિવસે સવારે રાજકોટ એરપોર્ટપરથી જ દિલ્હી જવા રવાના થશે.
રાતોરાત માલામાલ બનવાના સપના જોવા લાગ્યો યુવક, પછી જે થયું તે જાણી ઉડી ગયા હોશ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ નેતાઓ ગુજરાત તરફી અને ખાસ કરીનેસૌરાષ્ટ્ર તરફી દોડ મુકી રહ્યા છે. તમામ વિપક્ષી નેતાઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહ્યા છે કારણ કે આ જ એ સ્થળ છે જ્યાંથી સત્તાની ચાવી મળશે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પણ સૌથી વધારે સીટ લઇને આવે છે. ભાજપ પણ ગુજરાતના અન્ય વિસ્તારોની તુલનાએ અહીં નબળું પડે છે. ત્યારે ભાજપ પોતાની પકડ મજબુત બનાવવા પ્રયાસો કરે છે જ્યારે વિપક્ષી નેતાઓ પોતાની સીટો વધારવા માટે અહીં પ્રયાસરત્ત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube