ઝી ન્યૂઝ/ગુજરાત: કેરલમાં વામપંથી સરકાર ગુજરાત મોડલને અપનાવવાની તૈયાર દાખવતા રાજનીતિ તેજ થઈ ગઈ છે. કેરલના મુખ્યમંત્રી પિનારી વિજયન ગુજરાતના મોડલથી પ્રભાવિત થયા છે અને ગુજરાતના ઈ-ગવર્નર્સ મોડલને કેરળમાં લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે. ગત સપ્તાહમાં કેરળના મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વીપી જોયને ગુજરાતના પ્રવાસે મોકલ્યા હતા. જેમાં વીપી જોયે CM ઈ-ગવર્નર્સ ડેશબોર્ડની સિસ્ટમનો અભ્યાસ કર્યો હતો અને તેને કેરળમાં લાગુ કરવાની સલાહ આપ્યાનું માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજૂ કરવામાં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મોટો હાથ રહ્યો છે. આ મોડલને હવે દેશના અન્યો રાજ્યો પણ અપનાવી રહ્યા છે. ત્યારે 1970નું જૂનુ મોડલ છોડી હવે કેરળ સરકાર ગુજરાત મોડલથી પ્રભાવિત થઈ છે અને તેને ત્યાં લાગુ કરવાની તૈયાર કરતા રાજનીતિ ગરમાઈ છે. એવું પણ કહેવાય છે કે હાલમાં જ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી ઈ-ગર્વરનર્સ અંગે વાતચીત કરી હતી. જેમાં પીએમ મોદીએ તેમને ગુજરાતના ઈ-ગવર્નર્સ અંગે માહિતી આપી હતી અને સલાહ આપી હતી કે કેરળ ગુજરાતની સીએમ ડેશબોર્ડને અપનાવી શકે છે.


રાજ્યમાં શું ફરી સ્કૂલ ફીમાં રાહત મળશે? 25 ટકા ફી પરત કરવા ગુજરાત વાલી મંડળ હાઇકોર્ટના શરણે


એમાં કોઈ શંકા નથી કે કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનો બીજેપી શાસિત રાજ્ય ગુજરાત મોડલથી પ્રભાવિત થઈને ગુજરાતના ઈ-ગવર્નર્સ મોડલને કેરળમાં લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, કેરલમાં કમ્યુનિસ્ટ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે પછી ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, તમામ લોકો ગુજરાત મોડલને નફરત કરે છે. એવામાં બીજેપી નેતૃત્વ ધરાવતા રાજ્ય પાસેથી ઈ-ગવર્નર્સ મોડલને અનુસરવાનો મતલબ એવો થાય છે કે કમ્યુનિસ્ટોની પાસે હવે પોતાનું કોઈ મોડલ બચ્યું નથી. 


કેરલના પ્રમુખ કે. સુધાકરણે જણાવ્યું છે કે શું માકપા સ્પષ્ટ કરે કે શું તે રાજ્યમાં ગુજરાત મોડલ લાગૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. સુધાકરણે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને માકપાની વચ્ચે સમજ હવે રાષ્ટ્રીય સ્તર પર પહોંચી ચૂકી છે. વિજયન હવે અસફળ કેરલ મોડલને છોડીને સફળ ગુજરાત મોડલ લાગૂ કરે.


ગુજરાત હાઇકોર્ટનો મકાન ખરીદી મુદ્દે મોટો ચુકાદો: હવે મકાન ખરીદનારને મળશે મોટી રાહત


કેરાલાના ચીફ સેક્રેટરીએ અગાઉ લીધી હતી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત
વી.પી. જોયે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લીક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરીંગ માટે ગુજરાતે અપનાવેલી આ પહેલનો અભ્યાસ કરવા આપેલા સૂઝાવને પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સી.એમ-ડેશબોર્ડથી માહિતગાર થવા આવેલા છે. સી.એમ-ડેશબોર્ડની આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ર૬ સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના લાભ, એસ.ટી, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતાએ મળે છે તેની બધી જ જાણકારી ગાંધીનગરથી સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે છે.


ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તથા તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર 3,400 પૂર્વનિર્ધારિત ઇન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. એટલું જ નહિ, કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધિ વગેરે અંગે પણ આ ડેશબોર્ડની વિડીયો વોલ દ્વારા સંપૂર્ણ વિગતો મેળવી શકાઇ હતી. કેરાલાના મુખ્ય સચિવએ બધી જ બાબતો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને લાભાર્થી ફિડબેક સિસ્ટમની જે પદ્ધતિ કાર્યરત છે તેની પણ સરાહના કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube