જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: હાલોલ જીઆઇડીસી ખાતેથી રાશનિંગના કેરોસીનમાં કેમિકલ ભેળવીને સફેદ કરવાનું કાળું કૌભાડ ઝડપાયું હતું. આ જગ્યા પર રેશનિંગના ભૂરા કલરના કેરોસીને સફેદ કરવામાં આવે છે. 200 લીટર ભૂરા કેરોસીનની સાથે 180 બેરલ કેમિકલના બેરલ ભરેલા મળ્યા છે. આ કેમિકલ કૌભાંડ હોલોલ જીઆઇડીસીના પ્લોટ નંબર 930માંથી SOGની ટીમ પરથી ઝડપાયું છે. 


પોલીસે પ્લોટને કર્યા સીલ 
હાલોલ જીઆઇડીસી પાસે બાતમીન આધારે એસઓજી પોલીસે રેડ કરી કોરોસીનમાં કેમિકલ ભેળવીને અળગ પ્રકારનું કેમિકલ બનાવવાનું કૌભાંડ બહાર પાડ્યું હતું. પોલીસે 118 જેટલા ખાલી બેરલો, ભઠ્ઠા ચલાવવાની ગેસની સગડીઓ અને 4 બોટલો ગેસની મળી આવી હતી. આ સાથે જ એક વ્યક્તિની પણ ઘરપકડ કરવામાં આવી છે. પોલીસે  પ્લોટને સિલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.