અજય શીલુ, પોરબંદરઃ ફળોના રાજા તરીકે કેરીની ગણના થાય છે. આમ તો કેરી ઉનાળામાં જોવા મળે છે. પરંતુ વાતાવરણમાં ફેરફાર કે અન્ય કોઈ કારણોસર આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે. તે વાત તો અચરજ પમાડનારી છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન ડ્રાયફ્રુટથી પણ વધુ કેરીનું જે ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે તે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ કેટલો મળ્યો કેરીનો ભાવ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં આવેલા ફેરફાર કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ સર્જાયું છે. પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે ત્રણ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે અને કોઈ કોઈ આંબામાં કેરીની આવક થતા આજે પણ ફરી એક વખત પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ.


આ પણ વાંચોઃ નવસારીની આ શાળાએ ગણિતના શિક્ષકની ભરતી કરવા આપી અનોખી જાહેરાત


કેરીનો રેકોર્ડ ભાવ
આ પહેલા ત્રણ કેરેટ કેરી અટેલે કે 60 કિલો કેરીની આવક થઈ હતી અને 501 રુપિયે કિલો કેરીનો ઊંચો ભાવ બોલાયો હતો. ત્યારબાદ ફરી એક વખત માર્કેટિંગ યાર્ડમાં હનુમાન ગઢ ગામેથી કેસર કેરી વેચાણ અર્થે આવતા 10 કિલો કેસર કેરીનું રૂપિયા અધધ 9000 જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું. એક કિલો કેરીના 900 રૂપિયા ભાવ બોલાયો હોય તેવું સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું.


પોરબંદર જિલ્લામાં પણ કેસર કેરીનું ઉત્પાદન
પોરબંદર જિલ્લાના હનુમાનગઢ,બિલેશ્વર,ખંભાળા તેમજ કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનેને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવંતા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીની અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે તો સાથે આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. હનુમાનગઢ ગામથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂતોને આટલા ઊંચા ભાવ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યુ હતુ કે શિયાળામાં આંબામાં કેરી આવી હોય તેવી આ પ્રથમ વખત ઘટના છે અને આટલા ઉંચા ભાવ બોલાયો હોય તેવું પણ અમારા જાણ્યાની આ પ્રથમ ઘટના છે.


આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી સાંભળીને અમદાવાદીઓના નિકળી જશે ભુક્કા, ૨થી ૩ ℃ ઘટશે તાપમાન


કાજુ-બદામ પિસ્તા સહિતના ડ્રાય ફ્રુટના જે ભાવ હોય તે ભાવને પણ વટી જઇ પોરબંદરમાં જે રીતે 9 હજાર રૂપિયાની 10 કિલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ગ્લોબલ વોર્મિગ કહીએ કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવાની ઘટના પણ પોરબંદરમાં બની છે અને આટલો ભાવ મળ્યાની ઘટના પણ પોરબંદરના નામે થઈ છે તેમ કહીએ તો ખોટું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube