ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણે અચાનક કેમ આવી વાત કહી કે, હું કોઈ સન્માન કે પાઘડી નહિ સ્વીકારું
કેસાજી ચૌહાણે કાર્યક્રમમાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન ભૂગર્ભ જળનો છે. કેમ કે ઉત્તર ગુજરાતમાં 89 ટકા ભૂગર્ભ જળનો જથ્થો વપરાઈ ગયો છે. એટલે કે માત્ર 11 ટકા જ ભૂગર્ભ જળનો જથ્થો હવે બાકી રહ્યો છે
Banaskantha News : બનાસકાંઠાના દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિ પૂજનમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે જ્યાં સુધી મારા વિસ્તારમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન નહિં ઉકેલાય ત્યાં સુધી હું કોઈપણ કાર્યક્રમમાં જાહેર સન્માન, ફૂલહાર કે પાઘડીનું સન્માન નહીં સ્વીકારું. આ પ્રસંગે તેમણે એ કહ્યું કે આ વાત એટલા માટે કહી રહ્યો છું. કેમ કે ભૂગર્ભ જળની વાત મને યાદ રહે. તો તમારા મનમાં એમ થતું હશે કે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણે અચાનક કેમ આવી વાત કહી? તો તે જાણવું પણ જરૂરી છે.
કેસાજી ચૌહાણે કાર્યક્રમમાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન ભૂગર્ભ જળનો છે. કેમ કે ઉત્તર ગુજરાતમાં 89 ટકા ભૂગર્ભ જળનો જથ્થો વપરાઈ ગયો છે. એટલે કે માત્ર 11 ટકા જ ભૂગર્ભ જળનો જથ્થો હવે બાકી રહ્યો છે. જો હજુ પણ ભૂગર્ભ જળ વિશે ચિંતા કરવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે ભૂગર્ભ જળ બિલકુલ નહીં બચે અને યુવા પેઢીને મોટા જળસંકટનો સામનો કરવો પડશે.
અનાજ ભરવાની કોઠીમાં દીકરાનો મૃતદેહ જોઈ માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ
હવે ગુજરાતમાં કયા જિલ્લાના કયા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સૌથી વધારે દોહન છે તેની વાત કરીએ તો...
- અમદાવાદ જિલ્લો અને શહેર
- બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ અને વડગામ
- ગાંધીનગર અને દહેગામ
- કચ્છ જિલ્લાનું ભચાઉ, ભુજ અને માંડવી
- મહેસાણા જિલ્લાના બેચરાજી, ખેરાલુ, સતલાસણા, વડનગર અને વીજાપુર
- પાટણ જિલ્લાનું ચાણસ્મા અને સરસ્વતી
- સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ
- સુરત જિલ્લાનો સુરત ઉત્તર તાલુકો
ભૂગર્ભ જળની ક્રિટીકલ સ્થિતિ
અમદાવાદ સીટી વિસ્તાર, અમરેલીનું રાજુલા, મહેસાણા જિલ્લાનું મહેસાણા, પાટણનું સિદ્ધપુર, રાજકોટનું જસદણ, વડોદરાનું પાદરા તથા વડોદરા તાલુકાનો ક્રિટીકલ સ્થિતિમાં સમાવેશ થાય છે.
અંબાલાલ કાકાની વધુ એક આગાહી, બે ગ્રહોનું ગોચર ગુજરાત પર કહેર લાવશે
ભૂગર્ભ જળની સેમી ક્રિટીકલ સ્થિતિ
અમદાવાદનું બાવળા, માંડલ, બનાસકાંઠાનું પાલનપુર, ગાંધીનગરના કલોલ અને માણસા, જુનાગઢના ભેંસાણ,ખેડાના ગળતેશ્વર, મહેસાણાના કડી ઉંઝા વિસનગર, નર્મદાનું નાંદોદ, પાટણ જિલ્લાનુ પાટણ, રાજકોટનું ધોરાજી અને વિંછિંયા, સાબરકાંઠાનું હિંમતનગર, ઇડર, વડાલી, સુરેન્દ્રનગરનું ચુડા, વડોદરાનું દેસર અને સિનોર તાલુકામાં ભૂગર્ભ જળની સ્થિતિ સેમી ક્રિટીકલ સ્થિતિમાં છે.
ક્યાં ભૂગર્ભ જળ ખારા
ભૂગર્ભ જળ ક્યાં ખારા છે તેની વાત કરીએ તો, અમદાવાદનું ધંધુકા અને ધોલેરા, બનાસકાંઠાનું ભાભર, સુઇગામ અને વાવ, કચ્છનું ગાંધીધામ, મહેસાણાનું જોટાણા,મોરબીનું માળીયા, પાટણનું હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં ભૂગર્ભ જળ ખારા થયા છે.
બાપ રે... કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં સાડા ચાર કરોડ રૂપિયા ઉડ્યા