રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યનું દુઃખદ નિધન થતા વિસાવદરના લોકોમાં દુઃખ સાથે ઘેરા શોક જોવા મળી રહયો છે, ત્યારે આજે પણ વિસાવદરના સ્થાનીક લોકો કેશુભાઈ પટેલને યાદ કરી તેના કરેલા કામો હંમેશા માટે યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ત્રણ વાર ધારાસભ્ય તરીકે વિસાવદરમાંથી ચૂંટાઈ આવ્યા 1095 માં પેહલીવાર વિસાવદરથી ધારાસભ્ય તરીકે જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા અને ત્યાર બાદ 1998 માં ફરી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારે બાદ 2012 માં ગુજરાત પરીવર્તન પાર્ટીની સ્થાપના કરીને ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. આજે પણ વિસાવદરમાં કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 987 દર્દી, 1083 રિકવર થયા, 4 લોકોનાં નિપજ્યાં મોત


વિસાવદરના સ્થાનીક આગેવાનો કેશુભાઈ પટેલને બાપા તરીકે ઓળખતા અને મુખ્યમંત્રીના કાર્યકાળ દરમીયાન વિસાવદર તાલુકામાં અનેક યોજનાના લાભ મળ્યો છે. જેમાં વિસાવદરને માર્કેટીંગ બનાવાયું તેમજ ખેડૂતો માટે નર્મદા પાણી યોજના કુંવરબાઈનું મામેરું મુખ્યમંત્રી જળ સંચય યોજના થકી ખેડૂતોને ખેતર સુધી પાણી મળે તેવા અનેક કામો થકી આજે પણ વિસાવદરના લોકો કેશુભાઈ પટેલને યાદ કરી તેમના નિધનથી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.


કેશુબાપાના નિધનના પગલે તત્કાલ મંત્રીમંડળની બેઠક, CM,DY.CM સહિતના નેતાઓ હાજર


આજે જયારે કેશુભાઈ પટેલની વીદાય થતા સ્થાનીક વિસાવદર માટે ઘણું કામ કરીને ગયા છે. જેમાં ગામડાને બેઠું કરવા તેમજ ખેડૂતો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સદાય માટે બાપા આજે પણ લોકોના હદયમાં સ્થાન ધરાવે છે. આજે ગુજરાતને તો ખોટ પડી છે. ત્યારે વિસાવદરને મોટી ખોટ પડી છે. વિસાવદરનો ધારી જતો બાયપાસ રોડ પ્રશ્ન હલ કરી દેવામાં આવ્યો તેની સાથે વિદ્યાર્થી માટે કોલેજ બનાવીને સ્થાનીક વિદ્યાર્થીને ખુબ ફાયદો થયો સાથે તેમને આરોગ્ય ક્ષેત્ર પણ સ્થાનીક હોસ્પીટલને ગ્રાન્ટેડ બનાવી અને લોકોની ચીંતા દુર કરી હતી. ત્યારે વિસાવદરના પીતાતુલ્ય સમાન એક નેતા ગુમાવ્યા તેના માટે વિસાવદરના લોકો તેમને દુઃખદ નિધનથી શોક વ્યક્ત કર્યો હતો. કેશુભાઈ પટેલના નિધનથી આવતીકાલે વિસાવદરના લોકો દ્વારા સ્વંયમભુ બંધ પાળી શોક વ્યક્ત કરશે. વેપારીભાઈઓ અને માર્કટીંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવશે.  એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પક્ષના આગેવાનો સહીત લોકો જોડાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube