અમદાવાદ: RSS કાર્યાલયનાં લોકાર્પણમાં કેશુભાઇ વ્હીલચેરમાં બેસીને આવ્યા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે શનિવારે મણિનગરમાં આવેલા RSS ના મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને RSS ના કાર્યકરો વ્હીલચેર સાથે ઉચકીને નવનિર્મિત કાર્યાલયની અંદર કેશુભાઇ પટેલને લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશુભાઇ પટેલની તબિયત હાલ ખુબ જ નાદુરસ્ત રહે છે. હાલ 92 વર્ષની ઉંમરે પહોંચેલા કેશુભાઇ જાહેર કાર્યક્રમોમાં હજરી નહીવત્ત છે. હાલ તેઓ જાહેર જીવનમાંથી નિવૃત થઇ ચુક્યા છે. તેઓ માત્ર સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન છે.
અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે શનિવારે મણિનગરમાં આવેલા RSS ના મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને RSS ના કાર્યકરો વ્હીલચેર સાથે ઉચકીને નવનિર્મિત કાર્યાલયની અંદર કેશુભાઇ પટેલને લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશુભાઇ પટેલની તબિયત હાલ ખુબ જ નાદુરસ્ત રહે છે. હાલ 92 વર્ષની ઉંમરે પહોંચેલા કેશુભાઇ જાહેર કાર્યક્રમોમાં હજરી નહીવત્ત છે. હાલ તેઓ જાહેર જીવનમાંથી નિવૃત થઇ ચુક્યા છે. તેઓ માત્ર સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન છે.
રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઇ
કેશુભાઇ પટેલ 1995 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે તેમની સરકારનું 6 મહિનામાં જ બાળમરણ થયું હતું. ત્યાર બાદ 1998માં ફરીવાર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે ત્યારે પણ તેઓ પોતાની ટર્મ પણ પુર્ણ કરી શક્યા નહોતા. 2001માં ભાજપ હાઇ કમાન્ડે તેમનાં બદલે નરેન્દ્ર મોદીને ગુજરાતનું સુકાન સોંપી દીધું હતું. કેશુભાઇ પટેલ પોતાની પાર્ટી જીપીપી પણ બનાવી ચુક્યા છે. જો કે ત્યાર બાદ તેમની પાર્ટીનું ભાજપમાં મર્જ કરી દેવામાં આવ્યું છે. કેશુભાઇ છ ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે અને એકવાર રાજ્યસભા અને લોકસભા સાંસદ પણ રહી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube