ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક ચોંકાવનારા નિવેદન કરી રહ્યાં છે. તેમનુ વધુ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. હિન્દુત્વ (Hinduism) ના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા પર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગૌમાતા હજારો વર્ષથી પૂજનીય છે અને વર્ષોથી આપણે ગૌમાતાને માતાની જેમ જ પૂજીએ છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા પર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારોબારી (gujarat bjp) માં સંબોધન સમયે નીતિન પટેલે કહ્યું કે, કોઈ પશુ કે પ્રાણીને રાષ્ટ્રીય જાહેર કરવું તે અધિકાર ભારત સરકારનો છે. કેવડિયા (Kevadia) ખાતે ચાલી રહેલી ભાજપની કારોબારી બેઠકમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે. ત્યારે હિન્દુત્વ બાદ હવે નીતિન પટેલના ગૌરક્ષા નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. 


આ પણ વાંચો : મોરબી : ત્રીજી દીકરીનો જન્મ થતા મૈંજડિયા પરિવારે કર્યું મોટું પુણ્યનું કામ


તો બીજી તરફ, PM મોદીના જન્મદિવસ પર રામ મંદિરોમાં આરતી કરાશે તેવી જાહેરાત કારોબારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કારોબારી બેઠકમાં નિવેદન આપતા કહ્યું કે, 17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે રામમંદિરોમાં આરતી થશે. 7,100 ગામોમાં સાંજે રામમંદિરમાં આરતીનો કાર્યક્રમ કરાશે. દરેક ગામના રામમંદિરમાં આરતી કરાશે. રામ મંદિર ન હોય તો રામ ભગવાનનો ફોટો મૂકી આરતી કરવી. 


ઉલ્લેખનીય છે કે, ગત 27 ઓગસ્ટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ધર્મનિરપેક્ષતા, લોકસભા અને બંધારણ નહીં બચે અને બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે અને હુન્દુઓ છે ત્યાં સુધી જ બધા સુરક્ષિત છે.