સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખે આખો પરિવાર ગુમ, એફબી પર PICS પણ અપલોડ કર્યા હતાં
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડે છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1 લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરા વિસ્તારમાં એસઆરપી ગ્રાઉન્ડની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો.
જયેશ દોશી, નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડે છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1 લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરા વિસ્તારમાં એસઆરપી ગ્રાઉન્ડની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ એ આખો પરિવાર ગાયબ થઈ જતા એમના અન્ય પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વડોદરાના નવાપુરા વિસ્તારના એસ. આર. પી.ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર, 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની GJ 06 KP 7204 અલ્ટો કારમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગત તારીખ 29.02 2020 ના રોજ આવ્યા હતા. ત્યારબાદ તેમણે સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોટા પણ અપલોડ કર્યાં અને વડોદરા પરત જવા નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનોએ એમની શોધખોળ આદરી હતી અને આ પરિવાર ના મળી આવતા પરિવારજનો પૈકી કિરીટભાઈ કેવડિયા આવી પહોંચ્યા હતા.અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube