અમદાવાદઃ મહાત્મા ગાંધી તેમના જીવનકાળ દરમિયાન ખાદીના આગ્રહી રહ્યા હતા. ત્યારે 150મી ગાંધી જયંતિના દિવસે ખાદી ઉધોગને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં ખાદી મ્યુઝીયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ મ્યુઝીયમનું CM રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું. ખાદી મ્યુઝીયમના ખાતમુર્હતમાં સીએમ સહિત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેર મેયર બીજલ પટેલ હાજર રહ્યા હતા. ગાંધીના વિચારો હજી જીવંત છે તેવુ સીએમ રૂપાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. તો પોતાના ભાષણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. ભારતમાં આઝાદી બાદ કોંગ્રેસ દ્વારા માત્ર એક જ પરિવારને આગળ ધરવામાં આવ્યો છે તેવું કહી રૂપાણી દ્વારા કોંગ્રેસ પર વાર કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ રૂપાણીએ પત્ની સાથે કરી ખાદીની ખરીદી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના પત્ની અંજલીબેન સાથે અમદાવાદમાં આવેલી ગ્રામ શિલ્પ ખાતે ખાદી ખરીદવા માટે પહોંચ્યા હતા. ત્યાં સીએમે પત્ની સાથે ખાદીની ખરીદી કરી હતી. જેમાં અંજલીબેન રૂપાણીએ 15000 રૂપિયાની સાડીઓ ખરીદી જ્યારે વિજયભાઈ માટે સોળસો રૂપિયાનું શર્ટિંગ ખરીદવામાં આવ્યું હતું.