ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે સાથે વીઆઈપી ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે ચૈત્રી નવરાત્રીનાં છેલ્લા દિવસે અંબાજી મંદિરમાં મોડી સાંજે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરમાં દર્શન કરવા અને શીશ ઝૂકાવવા આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવનની દિશા બદલાતા ગુજરાતભરમાં થશે મોટી અસર, જાણો સૌથી મોટી અને ભયાનક આગાહી


ખજૂર ભાઈ જાની અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. આજે તેઓ પોતાનાં માતા, પત્ની મીનાક્ષી બેન, બાળકો અને ભાઈઓ સાથે અંબાજી મંદિરમાં સાંજની આરતીમા જોડાયા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમના આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમને ચુંદડી અને પ્રસાદ પણ અપાયો હતો. અંબાજી મંદિરની ગાદીમાં જઈને તેમને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી. 


મુકેશ અંબાણીની એ કહાની...એમના માટે જેણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં


ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે તું જે પણ સેવાકીય કાર્ય કરું છું કે તમામ કાર્યોમાં માતાજીની શક્તિ મારી સાથે રહે છે અને હું અવારનવાર અલગ અલગ મંદિરોમાં માતાજી પાસે આશીર્વાદ લેવાના શક્તિ લેવા જવું છું આજે અંબાજી મંદિરમાં પણ હું માતાજીના આશીર્વાદ લેવા મારા પરિવાર સાથે આવ્યો છું.