યોગીન દરજી/નડિયાદ : કોર્ટે આરોપીને આપી ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી હતી. જુલાઈ 2020 માં અજયભાઈ જુવાનસિંહ તડવી (રહેવાસી ગોબલજ)એ ખેડા તાલુકાના વાસણા મારગિયા ગામની સગીર યુવતીને ફોસલાવી પટાવી બળાત્કાર કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. અજય સગીરાને ભગાડીને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ગોવિંદભાઈ મનજીભાઈ લીંબાણીની વાડીમાં લઇ જઇને ગોંધી રાખી હતી. વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: પ્રેમિકાની સગાઇ થઇ જતા IDFC બેંકના સેલ્સ ઓફિસરે ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું


સમગ્ર ઘટના અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા યુવક અને યુવતીને ઝડપી લેવાયા હતા. આ અંગે કેસ દાખલ કર્યો હતો. ખેડા કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો હતો. આજે કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટના જજે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓને ડામવા માટે આવા આરોપીઓને કડક સજા મળે તે જરૂરી છે.


Gujarat Corona Update: રાજ્યમાં આજે એક પણ મોત નહિ, કોરોનાના 258 નવા કેસ


આ કેસમાં સરકારી વકીલ દ્વારા 16 થી વધારે દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતાં. જે કેસમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ જજ ડી.આર. ભટ્ટે આરોપી અજયભાઈ જુવાનસિંહ તડવીને  જુદી જુદી ઘટનામાં ૧૦ વર્ષની કેદ તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટાકર્યો હતો. આ કેસમાં સરકાર તરફથી સગીરાને રૂપિયા બે લાખનું વળતર પણ ચૂકવવા માટે આદેશ કરાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube