Kheda Lok Sabha Chunav Result: ખેડામાં દેવુસિંહ ચૌહાણની જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજય
Kheda Lok Sabha Chunav Result 2024: ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ખેડા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક ફટકારી છે.
ખેડાઃ Kheda Lok Sabha Result Election 2024: દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વચ્ચે ખેડા લોકસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. ખેડામાં દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક લગાવી છે. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને હરાવ્યા છે. ખેડામાં 7 મેએ 58.12 ટકા મતદાન થયું હતું.
ખેડામાં દેવુસિંહ ચૌહાણની હેટ્રિક
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી રહેલા દેવુસિંહ ચૌહાણે ખેડા બેઠક પર જીતની હેટ્રિક લગાવી છે. દેવુસિંહ વર્ષ 2014 અને 2019માં આ સીટ પર જીત્યા હતા. હવે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાક કાળુસિંહ ડાભીને પરાજય આપ્યો છે.
આ પણ વાંચોઃ પહેલાં 15 રાઉન્ડમાં જે ઉમેદવાર આગળ હતો, છેલ્લાં રાઉન્ડમાં બાજી બદલાઈ, જીતની ખુશી હાર
ખેડામાં ચોથીવાર ભારતને મળી જીત
ખેડા લોકસભા બેઠક પર ભાજપને ચોથીવાર જીત મળી છે. 1991માં ભાજપના કે.ડી.જેસવાની, 2014 અને 2019માં દેવુસિંહ ચૌહાણની જીત થઇ હતી. હવે 2024માં ફરી દેવુસિંહ ચૌહાણે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ 1996થી 2009 સુધી સતત 5 વખત વિજેતા બન્યા હતા.
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે હતી ટક્કર
ખેડા લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. કાળુસિંહ 2017માં કપડવંજ-કઠલાલના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
છેલ્લી પાંચ ચૂંટણીનું પરિણામ
વર્ષ જીત પાર્ટી
2019 દેવુસિંહ ચૌહાણ ભાજપ
2014 દેવુસિંહ ચૌહાણ ભાજપ
2009 દિનશા પટેલ કોંગ્રેસ
2004 દિનશા પટેલ કોંગ્રેસ
1999 દિનશા પટેલ કોંગ્રેસ