ખેડામાં 21 વર્ષીય પરીણિત યુવતીની તેના પતિએ છરીના ઘા મારી કરી હત્યા
આ ઘટનાની જાણ છતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ખેડાઃ ખેડા જિલ્લાના કઠલાલના ચૌહાણપુરામાં એક હત્યાનો બનાવ બન્યો છે. અહીં એક યુવતીનું છરીના ઘા મારી મર્ડર કરવામાં આવ્યું છે. યુવતીનું નામ સીતાબેન પરમાર હોવાનું સામે આવ્યું છે. યુવતીની હત્યા તેના પતિએ કરી છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર કઠલાલના ચૌહાણપુરામાં રહેતા સીતાબેન પરમારના લગ્ન 2015માં ફતેપુરા તાલુકાના નડિયાદના સંજય પરમાર સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે ઘરમાં ઝગડો ચાલી રહ્યો હતો. આ વર્ષે દિવાળીના સમયથી યુવતી પોતાના પિતાના ઘરે રહેતી હતી. ત્યારબાદ તેનો પતિ ત્યાં તેને તેડવા માટે આવ્યો હતો. પરંતુ આ દરમિયાન બોલાચાલી થતાં ઉશ્કરાયેલા પતિએ છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી છે. ત્યારબાદ આરોપી પતિ ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ છતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube