Kheda News : તાજેતરમાં નેશનલ હાઇવે નંબર 8 પર પીજ ચોકડી પાસે આવેલા ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી એક યુવકની માથા વગરની લાશ મળી હતી. જેની ઓળખ માટે ખેડા પોલીસે ભારે મથામણ કરી હતી. આ મથામણનો આખરે અંત આવ્યો છે. માથા વગરની લાશનો ભેદ ઉકેલાયો. હત્યારાઓ હત્યા કરી માથુ કાપી લઈ ગયા હતા તે ખેડા પોલીસે શોધી કાઢ્યું છે. પબજી ગેમથી સંપર્કમાં આવેલા યુવકે હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ હાઇવે નંબર 8 પર પીજ ચોકડી પાસે આવેલા ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી યુવકની માથા વગરની લાશ મળી હતી. જેમાં ખેડા પોલીસને પહેલા માનવ બલીની આશંકા જાગી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, મૃતક યુવકનું નામ પરેશ ગોહેલ હતું, તે સંધાણા ગામનો રહેવાસી હતી. અને બે દિવસથી પોતાની સાસરી ટુંડેલ ગામમાં રહેવા આવ્યો હતો. બે દિવસ બાદ પરેશ ગોહેલની માથા વગરની લાશ મળી હતી. જોકે, પરેશનું માથું ધડથી અલગ કર્યા બાદ લાશનો અલગ અલગ જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ પણ જોઈને ચોંકી ઉઠી હતી. ખેડા એસપીની સીધી સૂચનાથી હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.  lcb, sog, પેરોલ ફલો, વસો પોલીસની જુદી જુદી ટીમો મૃતકનું માથું શોધવા કામે લાગી હતી. પરેશની હત્યા તાંત્રિક વિધિ માટે કરવામાં આવી  હતી કે અન્ય કોઈ કારણે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી. 


કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ


ત્યારે ખેડા પોલીસના 14થી15 કલાકના ઓપરેશન બાદ આખરે હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યારાઓ હત્યા કરી માથુ કાપી લઈ ગયા હતા તે પોલીસે શોધી કાઢ્યુ છે. પોલીસે એક આરોપીની અટકાયત કરી મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી. આરોપી અને મૃતક પબજી ગેમથી સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ માથુ કાપી પેટલાદ ફાટક નજીક પોતાના ઘર પાસે ડાટી દીધુ હતું. પ્રેમ પ્રકરણમાં સમગ્ર હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતકનું માથુ અને ધડ નડિયાદ સિવિલમાં પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને સોંપાયું હતું. 


આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે હત્યારાને શોધવા માટે FSL અને ડોગ‌ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસની ટીમે બનાવ સ્થળથી નજીકના ખેતરોમાં તપાસ હાથ ધરી હતી અને આ મૃતદેહ અહીયા જ હતો કે અહીયા લાવવામાં આવ્યો છે વગેરે પાસા ચકાસવામાં આવ્યા હતા. 


સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન