Kheda News : ખેડા જિલ્લામાંથી મોટાપાયે બનાવટી માર્કશીટનું રેકેટ ઝડપાયું છે. SSC, HSC, BA, B.COM સહિતની બનાવટી માર્કશીટ આરોપીઓ પાસેથી ઝડપાઈ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખેડા એલસીબીની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડાકોરના નેશ ગામના કિરણ ચાવડા અને ઉમરેઠના થામણાના નયન પરમારની ધરપકડ કરાઈ છે. ખેડા એલસીબીએ આરોપીઓ પાસેથી કુલ 60 નંગ માર્કશીટો કબજે કરી છે. પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ આ રીતે નકલી ડિગ્રી બનાવી વેપલો કરતા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લામાંથી SSC, HSC, B.A., B.com. સહિત સરકારી શૈક્ષણિક  સંસ્થાના બનાવટી માર્કશીટનુ રેકેટ ઝડપાયું છે. ખેડા એલસીબીની ટીમે બે આરોપીઓની નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે. જેમાં ડાકોરના નેશ ગામના કિરણ ચાવડા અને ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયન પરમાર ધરપકડ કરાઈ છે. પોલીસે બાતમીના આધારે નેટવર્ક ગોઠવ્યુ હતું, જેમાં સૌથી પહેલા ઠાસરાના નેસ ગામના કિરણ ચાવડાની ધરપકડ કરાઈ હતી. જેના થકી સમગ્ર બોગસ માર્કશીટનું કોભાંડ બહાર આવ્યું હતું.


ટિકટોક ગર્લની હવા નીકળી ગઈ, ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ગાયબ, સાગરીતોએ માફી માંગી


ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં SSC, HSC સહિત સરકારી શૈક્ષણિક સંસ્થાની કુલ 60 નંગ માર્કશીટ કબ્જે કરી છે. પ્રાથમિક તપાસમા સામે આવ્યું કે, પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ વેપલો કરતા હતા. આરોપી કિરણ ચાવડાએ આ માર્કશીટ નકલી હોવાની પણ પોલીસ સામે કબૂલાત કરી છે. SSC, HSC, B.A., B.com., B.C.A.ની કુલ 60 બોગસ માર્કશીટ સર્ટીફીકેટ મળી આવતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 


વેકેશનમાં ફરવા માટે નવી જગ્યા શોધો છો ગુજરાતનું આ સ્થળ છે બેસ્ટ ઓપ્શન


પોલીસે અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટીફીકેટ કબજે કર્યાં છે. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલવા આવતા હતા. સમગ્ર કૌભાંડમાં આણંદના થામણાનો શખ્સ અને ઉત્તરપ્રદેશના શખ્સની સંડોવણી બહાર આવી છે. સરકારી શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ અને સર્ટીફિકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દીઠ 40 હજારથી લઇ એક લાખ રૂપિયા લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટીફિકેટ બનાવવામાં આવતા હતા. 


આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ Video
 
પોલીસે કિરણ ચાવડા અને ઉમરેઠના થામણાના નયન પરમારની ધરપકડ કરી છે. તો ઉત્તરપ્રદેશના ડો. અખિલેશ પાંડે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદેશ જવાની લાલચમાં મોટી કિંમત ચૂકવી જરૂરિયાતમંદ આ બનાવટી માર્કશીટ લેતા હતા. આ કૌભાંડમાં  મોટા માથાઓના નામ ખુલી શકે તેવી શક્યતાઓ છે.