ખેડામાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું, શાળામાં આવેલા વિદેશી નાગરિકોની પ્રવૃત્તિનો વીડિયો વાયરલ
Kheda News : ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી એક પ્રવૃત્તિનો એક વીડિયો વાયરલ થયો
બુરહાન પઠાણ/ખેડા :ખેડાના નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ધર્મપરિવર્તનના રેકેટના પુરાવા ન મળતા પોલીસે પૂછપરછ બાદ ત્રણ વ્યક્તિને મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા વ્યક્તિમાં દક્ષિણ કોરિયાના નાગરિક તેમજ અમદાવાદના બે રહેવાસીઓનો સમાવેશ થાય છે. એક વાયરલ વીડિયોમાં શાળાના બાળકો અન્ય ધર્મને લગતા ચિત્રોમાં કલર કરતા દેખાતા હિન્દુ સંગઠનોએ ખેડા પોલીસને ધર્મપરિવર્તનની પ્રવૃત્તિની ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરી હતી, જેમાં એક દક્ષિણ કોરિયાનો નાગરિક પણ હતો. સમગ્ર મામલે શાળાના મહિલા આચાર્યએ જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના એક વ્યક્તિએ સાત વર્ષ પહેલાં સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી આપ્યો હતો. આ વ્યક્તિ અનેક વખત શાળાની મુલાકાત લેતા હતા, જો કે કોરોના કાળ દરમિયાન તે પોતાના દેશ પરત ફર્યા હતા. રવિવારના દિવસે આ વ્યક્તિ બાળકોને બોલાવી શેડ નીચે રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હતા. આ મામલે સ્થાનિકોએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે, તેમનું કહેવું છે કે ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશીને બાળકોને બોલાવે છે અને સંચાલકોને તેની જાણ ન હતી.
આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રીના શહેરમાં જ બુટલેગરો બેફામ, સુરતમાં બુટલેગરે પોલીસની આખી ટીમને હંફાવી
ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી એક પ્રવૃત્તિનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં અન્ય કોઈ ધર્મનું ચિત્ર દેખાતા હિન્દુ સંગઠનો જાગ્યા હતા અને તેમને ખેડા પોલીસને જાણ કરી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની પૂછપરછ અર્થે અટકાયત કરી હતી. આ પાંચ વ્યક્તિઓમાંથી એક નાગરિક દક્ષિણ કોરિયાનું હોવાનું સામે આવ્યું હતું.
દક્ષિણ કોરિયાના નાગરિક સાથે અન્ય બીજા વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન ખેડા પોલીસને એવા કોઈ પણ પુરાવા ના મળ્યા કે જે ધર્મ વિરુદ્ધના હોય. તેથી ખેડા પોલીસ દ્વારા પૂછપરછ કરી તેમને મુક્ત કર્યા હતા. સવાલ એ ઉભો થાય કે રવિવારના દિવસે સરકારી પ્રાથમિક શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિ કઈ રીતના ચલાવી શકાય અને જો ચાલતી હોય તો કોની પરમિશનથી ચાલે છે અને જો પરમિશન આપી હોય તો આવી કોઈ પરમિશન આપી શકાય ખરી?
આ પણ વાંચો : દારૂ માટે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની શરમજનક ઘટના, દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો
સમગ્ર મામલે શાળાના મહિલા આચાર્યને પૂછતા તેમને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાથી અન્ય એક વ્યક્તિ દ્વારા સાત વર્ષ પહેલા સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી આપવામાં આવ્યો છે અને શેડ બનાવી આપનાર વ્યક્તિ સ્કૂલની અનેક વખત મુલાકાત લેતા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન શેડ બનાવી આપનાર નાગરિક પરત તેમના દેશ ચાલ્યા ગયા.
આ સમગ્ર મામલામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી આવી છે. કારણ કે કોઈ ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતો હોય તો તેમને ઉપલા અધિકારીને કેમ જાણ કેમ ન કરી અને જો જાણ કરી હોય તો ઉપલા અધિકારીએ કેમ પગલા ભરવામાં ન આવ્યા.