યુક્રેનમાં ફસાયેલા ખેડાના યુવકે વીડિયો બનાવી મદદ માંગી, કહ્યું-અમારી પાસે રૂપિયા નથી, 30 કિમી ચાલીને આવ્યા
Ukraine-Russia war : આજે યુક્રેનથી 100 વિદ્યાર્થીઓ પરત આવશે. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઈટ્સમાં 100 વિદ્યાર્થી આવશે. ત્યારે વિદ્યાર્થીઓને વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરાઈ
- યૂક્રેનમાં ફસાયેલા 100 ભારતીયો આજે વતન પરત ફરશે
- તમામને વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરાઈ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
નચિકેત મેહતા/ખેડા :હાલ યુક્રેનમાં અનેક ભારતીયો ફસાયા છે. જેમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. આ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમના વાલીઓનો જીવ ઉંચોનીચો થઈ ગયો છે. આવામાં ખેડા જિલ્લાના હેરંજ ગામનો યુવક પ્રતીક પટેલ યૂક્રેનમાં ફસાયો છે. પ્રતીક પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમને હાલ યૂક્રેનમાં પડી રહેલી મુશ્કેલી અંગે સંપૂર્ણ વિગતો આપી. વર્ક પરમીટ પર યૂક્રેનમાં રહેલા પ્રતીક પટેલે વ્યથા જણાવતા કહ્યું કે, ભારતની એમ્બેસીનો હેલ્પલાઈન નંબર બંધ છે અને એટીએમ પણ બંધ હોવાથી હવે તેમની પાસે પૂરતા રૂપિયા નથી.
પ્રતીક પટેલે વીડિયોમાં કહ્યું કે, અમે પાંચ લોકો છીએ જેમાં 1 ગર્ભવતી મહિલા પણ છે. તેની હાલત હાલ નાજુક છે. મહુધા તાલુકાના હેરંજ ગામના પરિવારજનો સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. પ્રતીકના પરિવારજનો હાલ ખુબ જ ચિંતામાં છે અને ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવા મદદ કરવાની પણ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સાહેબની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, ફૂલ--રૂપિયાનો વરસાદ કરીને વિદાઈ અપાઈ
હાલ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચરમસીમા પર છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના યુવક પ્રતીક પટેલ હાલ વર્ક પરમીટ પર યુક્રેનમાં છે. ત્યાંથી તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે આ વીડિયોમાં તેઓ હાલ તેમને ત્યાં જે મુશ્કેલી પડી રહી છે તેની સંપૂર્ણ વિગત આપી છે. હાલ રશિયન આર્મી યુક્રેનના ક્વીવ શહેર પર કબ્જો કર્યો છે, જ્યાં 20 હજાર ભારતીયો ફસાયા છે. ભારતની એમ્બસીના હેલ્પલાઈન નંબર બંધ છે, તેમને કોઈ મદદ નથી મળી રહી. એટીએમ પણ બંધ છે, અને તેમની પાસે પૈસા નથી.
વીડિયોમાં પ્રતીક પટેલ કહે છે કે, અમે 5 લોકો છે જેમાં 1 ગર્ભવતી મહિલા છે. તેણીની તબિયત કથળી છે. તેઓ 30 કિલોમીટર ચાલીને આવ્યા છે. ભારત સરકાર પાસે મદદ માંગી છે. પ્રતીક પટેલની પત્નીએ જણાવ્યું કે, તેમના પતિ પહેલા મુશ્કેલીમાં હતા પણ હાલ પોલેન્ડની બોર્ડરમાં પહોંચી ગયા છે. પરંતુ પરિવારજનો તેઓ જલ્દી પાછા આવે તે માટે આતુર છે.
આ પણ વાંચો : બોયફ્રેન્ડ સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, કુદરતી કરામતોથી ભરેલો છે ગુજરાતનો આ ડુંગર
પરત આવનાર વિદ્યાર્થીને હેમખેમ વતન પહોંચાડાશે
આજે યુક્રેનથી 100 વિદ્યાર્થીઓ પરત આવશે. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઈટ્સમાં 100 વિદ્યાર્થી આવશે. ત્યારે વિદ્યાર્થીઓને વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈને ટ્વીટ કર્યુ છે. યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સજ્જ છે. આજે ભારતીયો દેશમાં હેમખેમ વતન પરત આવશે અને ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી અને મુંબઇથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર અને મુંબઈમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.