અમદાવાદ : દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તેની ત્વચા હંમેશા સુંદર અને ખીલખીલાતી દેખાય. સુંદરતા માટે દરેક વ્યક્તિ પોતાની ત્વચાનો ખાસ ખ્યાલ રાખે છે. જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો ત્વચા નિર્જીવ અને સુકી થઇ જાય છે. જેનાં કારણે ઘણી વખત વ્યક્તિ નાની ઉંમરે જ ઘરડી લાગવા લાગે છે. માટે જરૂરી છે કે ચહેરાની યોગ્ય સારસંભાળ રાખવામાં આવે અને ખાસ તે ભુલ  કરો જેનાથી ત્વચાને નુકસાન થાય.
વધારે ન ધુઓ : ત્વચાને જરૂર કરતા વધારે ન ધુઓ. તેના કારણે સમય પહેલા જ ચહેરા પર કરચલીઓ પડેલી જોવા મળશે. ઉપરાંત ત્વચાની પ્રાકૃતીક કોમળતા અને ઓઇલ ખુટી પડે છે અને તેનાંથી નુકસાન થઇ શકે છે. માટે ચહેરાને દિવસમાં બેથી ત્રણ વખત જ ધુઓ
ક્લીંઝર : મેકઅપ સાફ કરવા માટે ખાસ કરીને સારા મેકઅપ ક્લીંઝરનો ઉપયોગ કરો. જો સુકી ત્વચા છે તો એસ્ટ્રીજેન્ટનો ઉપયોગ ન કરો. પ્રયાસો કરો કે મિલ્ક બેસનાંક્લીંઝરનો ઉપયોગ કરો જેથી ત્વચામાં રહેલ ત્વચાની નમી પણ યથાવત્ત રહે છે. 
મેક અપ હટાવો :- જો તમે નિયમિત રીતે મેકઅપ કરો છો તો સુતા પહેલા મેકઅપ હટાવવાનું ન ભુલો. મેકઅપનાં કારણે ત્વચા પોતાની પ્રાકૃતીક કોમળતા ગુમાવી દે છે અને આ કારણે ઝાંય અને કરચલીઓ પડવા લાગે છે. 
ડાયેટ : જો તમારી ત્વચા સ્વસ્થય અને સારી રાખવા ઇચ્છતા હો તો ડાયેટનું તેમાં ખાસ મહત્વ હોય છે. જો તમે જરૂરી પોષક તત્વો લેશો તો તમારી ત્વચા પણ સ્વસ્થય અને ગ્લો કરતી જોવા મળશે. માટે પોતાનાં ડાયેટમાં મિનરલ, ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટનું સેવન કરો.
સનસ્ક્રીન લગાવો: તો તમે ક્યાંય પણ હોવ અને બહાર નિકળવાનું થાય તો સનસ્ક્રીન લગાવવાનું ક્યારે પણ ન ભુલો. આખો દિવસ ઓછામાં ઓછું ચાર વખત સનક્રીન જરૂર લગાવો. બહાર તડકામાં સનબર્ન થવાની શક્યતાઓ વધારે હોય છે અને તેનાં કારણે તમારી ત્વચા પર ખરાબ પ્રભાવ પડે છે. 
ખુબપીવો પાણી - જો તમે સારી ત્વચા ઇચ્છતા હો તો દરેક પરિસ્થિતીમાં ખુબ પાણી પીવો. તેમાં તમારી ત્વચા પણ હાઇડ્રેટેટ હશે.