ઝી ન્યૂઝ/ખેડા: આપણે જોયું છે કે જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય એમ એના માટે જે માહોલ રચાય છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેની મનોસ્થિતિ ઘણી વાર તણાવભરી થઈ જાય છે. બોર્ડની પરીક્ષા માટે આપણે એટલું હાઈપ ક્રિએટ કરી દીધું છે કે જાણે છોકરાઓ બોર્ડની પરીક્ષાની નહીં, યુદ્ધની તૈયારી કરતા હોય! અને એ પણ હકીકત છે તે વિદ્યાર્થી ઈચ્છે તો પણ આજુબાજુના વાતાવરણની અસર એમના પર થયા વગર રહેતી નથી એટલે જ પેઢી દર પેઢીથી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભય, ચિંતા અને સ્ટ્રેસની લાગણી અનુભવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં પોતાના પરિણામ વિશેના વિચારોથી પણ સ્ટ્રેસ અનુભવે છે. પરીક્ષા પહેલાં રીવિઝન પૂર્ણ કરવાના દબાણના કારણે વિદ્યાર્થી બેચેન અને નર્વસ થઈ જાય છે. એમના ઊંઘ અને ભૂખ (ખોરાક) ઉપર પણ અસર પડે છે. કાં તો એ ખાવાનું અને ઊંઘવાનું સાવ ઓછું કરી દે છે. લોકો કેમ સમજતા નથી કે પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં… કોરોના બાદ પહેલી વાર બોર્ડની પરીક્ષા લેવાઈ છે, ત્યારે આ બીજો કિસ્સો છે, જેમાં પરીક્ષા આપતી વખતે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.


ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, ગરમી પડશે કે ઠંડી જાણીને જ બહાર નીકળજો..


ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચાલુ પેપરે એક દિવ્યાંગ વિદ્યાર્થીનુ મોત થતા ખળભળાટ મચ્યો છે. સ્નેહ કાંનલભાઈ ભોઈ નામનો વિદ્યાર્થી લીંબાસીની નવચેતન સ્કુલમાં ધોરણ. 10ની પરીક્ષા આપી રહ્યો હતો. ત્યારે 16 વર્ષનો સ્નેહ ચાલુ પેપરે અચાનક ઢળી પડતા સુપરવાઈઝરે તુરંત 108 બોલાવી હતી. 108 દ્વારા માતર CHC લઈ ગયા, પણ ત્યાં ECG મશીન ન હોવાને કારણે ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પરંતુ દુર્ભાગ્યવશ ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં વિદ્યાર્થીનુ મોત નિપજ્યુ હતું. હોસ્પિટલના ડોકટરોએ હાર્ટએટેકથી દિવ્યાંગ વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ હોવાનુ પ્રાથમિક તારણ આપ્યું છે. સ્નેહનુ અવસાન થતા માલાવાડા ગામમા રહેતા તેના પરિવારમા શોકની લાગણી વ્યાપી ગઈ છે.


નડિયાદ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધો.10માં વિજ્ઞાન વિષયનું પેપર હતું. નડિયાદ ઝોનના માતર તાલુકાના લીંબાસી પરીક્ષા કેન્દ્રમાં નવચેતન હાઇસ્કૂલમાં બ્લોક નં 1માં માલાવાડા વિનય મંદિર સ્કૂલનો વિદ્યાર્થી સ્નેહલ કુમાર કનલભાઇ ભોઇ સવારે 10 કલાકે વિજ્ઞાન વિષયની પરીક્ષા આપવા માટે બેઠા હતા.


વિદ્યાર્થી દિવ્યાંગ હોવાથી આ અંગે સ્પેશ્યલ બ્લોક હતો. જેમાં 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. પરીક્ષા શરૂ થયાના પોણો કલાક બાદ એટલે કે પોણા અગિયાર વાગ્યાના અરસામાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી સ્નેહલ કુમારની એકદમ તબિયત લથડી હતી અને તેઓને હાર્ટ એટેક આવતાં તેઓનું પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube