શૈલેષ ચૌહાણ, હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાની સંકલન સમિતિની મહત્વની બેઠક દરમ્યાન જ વિધાનસભાના વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્યએ બેઠક દરમ્યાન ભોંયતળીયે જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતીમાં વિરોધ કરવા માટે નિચે પલાંઠી વાળી એક કલાક જેટલો સમય  બેસી રહીને ધરણાં ધરતા બેઠક ની કામગીરી જ અટકી રહી હતી અને આખરે કલેકટરે તપાસના આદેશ આપતા જ આખરે મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય ફંડની ગ્રાન્ટની રકમને બારોબાર જ આયોજન અધીકારીએ ફાળવણી કરી દઇ કોન્ટ્રાકટરો સાથે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ


વધુ વિગતો માટે જુઓ video


ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ


ધારાસભ્ય ની વાત ને જો માનીએ તો જીલ્લા આયોજન અધીકારીએ ધારાસભ્યની ગ્રાન્ટની રકમમાંથી જ સાંઇઠ લાખ રુપીયાના વિકાસના કામોને બારોબાર જ કોન્ટ્રાકટરોને પોતાની મનસુબી મુજબ ફાળવી દીધા.. અને ધારાસભ્ય મુજબ રાજ્યના તમામ ધારાસભ્યોએ પણ પોતાના ફંડની રકમના કામને પણ ચોકસાઇ પુર્વક ચકાસવા માટે આ ઘટનાને લઇને સલાહ પણ આપી દીધી કારણ કે અધીકારીઓ પોતાના દોઢ ટકાની રકમને લઇને બારોબાર જ પ્રજાના હીતના બદલે કોન્ટ્રાકટરોના હીતમાં ફાળવી દઇ શકે છે. જોકે અશ્વીન કોટવાલે અનોખી રીતે વિરોધ કરતા જ હવે મામલો તપાસના દાયરામાં આવ્યો છે અને તપાસમાં ગેરરીતી નિકળે છે કે ધારાસભ્યના આક્ષેપ કરેલા દાવા કેટલા સાચા નિકળે છે તે તપાસના અંતે જ સામે આવશે. જોકે શાંત રીતે વિરોધને પગલે એક કલાક સુધી સંકલન સમિતીમાં થયેલા વિરોધના શાંત હંગામાને થાળે પાડવા એસપી અને અધીક કલેકટર સહીતના અધીકારીઓએ વાતને થાળે પાડવા માટે મથામણ કરવી પડી હતી. જીલ્લા આયોજન અધીકારીએ જોકે પોતે યોગ્ય જ કર્યુ હોવાનુ ગણાવ્યુ હતુ પરંતુ આ પહેલા મીડીયા થી દુર ભાગવા માટે લોબીમાં અધીકારીએ દોટ લગાવી દીધી હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube