ચેતન પટેલ, સુરત: રાજયમા જે રીતે કોરોના કહેર જોવા મળી રહ્યો છે તેની સામે ગરબા આયોજક દ્વારા 30 ટકા ખૈલૈયાઓ સાથે ગરબાનુ આયોજન થવા દેવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જો કે ઝી 24 કલાકની ટીમ દ્વારા વિવિધ ખૈલેયાઓ અને આયોજકો સાથે વાતચીત કરી ત્યારે તેઓએ કોરોના વાયરસની મહામારીમા ગરબાના આયોજન રદ્દ કરવામા આવે તેવી વાત કરી હતી. સાથોસાથ ઓરકેસ્ટ્રા સંચાલકો દ્વારા નાના આયોજન થવા દેવાની માંગ કરાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરત: હીરા બજારનો સમય 10થી 6 કરવાનો અને એક ઘંટી પર 2 લોકોને બેસવાની માંગ


હાલ સમગ્ર રાજયમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને તેમા પણ ખાસ કરીને સુરત, અમદાવાદ અને બરોડામા કેસોની સંખ્યામા ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી બાજુ આયોજકો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી આ વર્ષે 30 ટકા ખૈલેયાઓ સાથે નવરાત્રિ કરવાની મંજૂરી માગવામા આવી છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ ઓરકેસ્ટ્રા, ખૈલાયા તથા આયોજકો પાસે જઇ તેઓનુ શુ મંતવ્ય છે ત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા અમારી ટીમ ઓરકેસ્ટ્રા માલિક પાસે પહોંચી હતી. જેમા તેઓએ જણાવ્યુ હતુ કે હાલ કોરોના ને કારણે માર્ચ મહિનાથી સંપૂર્ણ ધંધા બંધ છે. સાથોસાથ લગ્ન સિઝન પણ એમ જ ગઇ છે. ત્યારે આ વર્ષે નાની નવરાત્રિના આયોજનની જો પરવાનગી આપવામા આવે તો લાઇટ, સાઉન્ડ તથા અન્ય કારીગરોને રોજીરોટી મળી રહેશે. જો નવરાત્રિની પરવાનગી આપવામા નહિ આવશે તો કદાચ નાના માણસે મરવાનો વારો આવશે તેવુ પણ તેઓએ જણાવ્યુ હતુ.


આ પણ વાંચો:- સુરત: પાટીલે આવકારવા રેલીના આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ, આવેદન અપાયું


ખૈલેયાઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે આ વર્ષે કોરોના વાયરસને લઇને નવરાત્રિનુ આયોજન માડી વાળ્વુ જોઇએ. પરંતુ જુની પરંપરાગત મુજબ સોસાયટીમા ગરબાના આયોજનને મંજુરી આપવા માંગ કરી છે. સાથોસાથ જો મંજુરી નહિ આપશે તો ગતવર્ષના ગરબા જોઇ તેઓ દસ દિવસ કાઢી લેશે તેવુ તેઓએ જણાવ્યુ હતુ. 


ખૈલેયાઓ બાદ હવે વાત કરીશુ આયોજકોની. આયોજક ડેની પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે તેઓનુ પર્સનલી માનવુ છે કે આ વર્ષે નવરાત્રિનુ આયોજન ન થવુ જોઇએ. ગરબા તો આવતા વર્ષે પણ રમાડી લઇશુ, માનવતા પહેલા રાખવી જોઇએ. જો ગરબાનુ આયોજન થશે તો ફરી કોરોનાના કેસ વધવાની શકયતા તેઓએ વ્યકત કરી હતી. રાજય સરકાર દ્વારા જે નિર્ણય લેવાય તેને આવકારવામા આવે તેવુ તેઓએ જણાવ્યુ હતુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube