ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાલ નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને અનેક નવા નવા સમાચારો મળી રહ્યા છે. નરેશ પટેલને લઈને ઘણા દિવસોથી કોકળું ગૂંચવાયેલું છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખોડલધામમાં નરેશ પટેલ અને વલ્લભ કાકડીયા વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં આ બેઠકનો એક ફોટો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નરેશ પટેલ અને વલ્લભ કાકડીયા વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચા રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે વલ્લભ કાકડીયા સાથે ભાજપના 3 થી 4 અન્ય ધારાસભ્ય હોવાની વાત પણ જણાવવામાં આવી છે. જ્યારે વલ્લભ ભાઈ કાકડીયા ખોડલધામ દર્શન માટે આવ્યા હોવાની વાત સામે આવી છે, સાથે શુભેચ્છા મુલાકાત હોવાની ચર્ચા કરી હોવાનું જણાવવામાં આવી છે. નરેશ પટેલ ખોડલધામથી નીકળતા સમયે વલ્લભ કાકડીયા દર્શન માટે આવતા મુલાકાત થઈ હોવાની વાત જણાવી છે.



અમદાવાદની SVP હોસ્પિટલમાં આગની મોટી દુર્ઘટના, તાબડતોડ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા


નોંધનીય છે કે, નરેશ પટેલના અનેક રાજકીય પાર્ટી સાથેના જોડાવાની ચર્ચા થઈ છે. પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપમાં નરેશ પટેલ જોડાશે તેવા દાવા અનેકવાર થયા છે. પરંતુ નરેશ પટેલે અત્યાર સુધી કોઈને મચક આપી નથી. નરેશ પટેલ પાટીદાર મત બેંકમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ તાજેતરમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જશે તેનો તેઓ ફોડ પાડતા નથી. દરેક રાજકીય પાર્ટી તેમને પોતાના પક્ષમાં લેવા આતુર છે. અનેકવાર નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સંકેતો મળ્યા છે. પરંતુ તેમણે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીને સમર્થન કર્યુ નથી. 



ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક મોટો ઉલટફેર થતાં નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ થોડી ઘણી સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. એક બાજુ પ્રશાંત કિશોરે ભડાકો કર્યા બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે. 


આ ખેડૂત આંબાનું વાવેતર કરી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો, 100 વીઘા જમીનમાં વીધા દીઠ કરે છે એક લાખની કમાણી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરના હાથમાં બોગડોળ આપવામાં આવી હતી અને તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી હતી અને તેઓ કોંગ્રેસમાં નહીં જોડાય. પીકેના ભરોસે કોંગ્રેસમાં જોડાવા માગતાં નરેશ પટેલનું રાજકીય ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે. ખોડલધામ અને સમાજના સર્વેમાં પણ નરેશ પટેલને રાજનીતિમાં ના જોડાવાનું તારણ સામે આવ્યું છે, ત્યારે આગામી સમયમાં હવે નરેશ પટેલ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube