ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન
નરેશ પટેલે કહ્યું કે કોઇપણ સમાજના લોકો આ કોર્ષ કરવા આવી શકે છે, અને જે યુવાન સક્ષમ હોશિયાર હશે તેની રાજકીય કારર્કિદી ઉભી કરવામાં અમે જરૂર મદદ કરીશું.
ગૌરવ દવે/રાજકોટ: લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ દ્રારા હવે યુવાનોને રાજકારણના પાઠ ભણાવવામાં આવશે. રાજનીતિ કલાસ શરૂ કરતાં પહેલાં એક સેમિનાર યોજાયો હતો. આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ અંગેનો ખાસ સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં ત્રણેય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.નરેશ પટેલે કહ્યું હતું કે રાજનિતીના ક્લાસ શરૂ કરાવાનો મુખ્ય હેતું રાજકારણમાં સારા અને સજ્જન લોકો આવે તે જરૂરી છે અને આ હેતુથી એક વર્ષનો આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ કોર્ષને છ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.
સરકારની કોઇ શૈક્ષણિક સંસ્થા કે કોઇ ખાનગી યુનિવર્સિટી આ કોર્ષને માન્યતા આપે તેવા પ્રયત્નો કરાયા છે. નરેશ પટેલે કહ્યું કે કોઇપણ સમાજના લોકો આ કોર્ષ કરવા આવી શકે છે, અને જે યુવાન સક્ષમ હોશિયાર હશે તેની રાજકીય કારર્કિદી ઉભી કરવામાં અમે જરૂર મદદ કરીશું. નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે હું ઇચ્છું કે આ અભ્યાસ કરનાર યુવાન પૈકી કોઇ દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બને.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે અમે કોઇ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરવાના નથી. મહત્વનું છે કે અગાઉ પાટીદાર સમાજના આગેવાનો માટે ટિકિટની માગ કરવામાં આવી હતી.
ટિકિટ માટે અમારી કોઇ માંગણી નથીઃ નરેશ પટેલ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર સમાજે ૫૦ ટિકીટની માંગ કર્યા બાદ લેઉવા પાટીદાર સમાજને કેટલી ટિકીટની અપેક્ષા છે આ સવાલના જવાબમાં નરેશ પટેલે કહ્યું હતું કે હક્કદાક હોઇ તેને તેનો હક મળવો જોઇએ.હું કોઇ ટિકીટની સંખ્યામાં નથી પડતો પરંતુ હક્ક પ્રમાણે ટિકીટ મળવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા સમાજના આગેવાનો કોઈ પણ રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગને લઈને જવાના નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube