Rajkot News ગૌરવ દવે/રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ છે. તેમની કંપનીના બે પૂર્વ કર્મીઓની ધોખાબાજીથી નરેશ પટેલની કંપનીને મોટું નુકસાન થયું છે. કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાનો આરોપ સાથે રાજકોટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ પટેલની મેટોડામાં આવેલી પીબી ડબલ્યુ બેરિંગ્સ કંપની આવેલી છે. જેમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ બાનવામાં આવે છે. બેરિંગાના સ્પેરપાર્ટ્સની ડિઝાઈનમાં લોગો બદલાવી અન્ય લોકોને વેચી નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડાયું છે. નરેશ પટેલની કંપનીના અમેરિકાના ગ્રાહકોને જ આ ડિઝાઇન વેચવામાં આવતી હતી. જેમા કંપનીના બે પૂર્વ કર્મચારીઓનો જ હાથ હોવાનું સામે આવ્યું છે. 


જન્નતનું નૂર ગાયબ : 160 ની સ્પીડે કાર ચલાવનાર જન્નત મીરે જાહેરમાં માફી માંગી


ગુજરાત ATS નું મોટું ઓપરેશન, રાજકોટથી અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોની અટકાયત