સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ... ખોડલધામના મંચ પરથી નરેશ પટેલનું મોટુ નિવેદન
રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ મંદિર (khodaldham temple) નો પંચવર્ષીય પાટોત્સવ ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ધ્વજારોહણ થયું. ત્યારપછી મહા આરતી. તેના પછી નરેશ પટેલે (Naresh Patel) સમાજને સંબોધન કર્યું છે. જેમાં તેમણે રાજકારણ (gujarat politics) માં આવવા અંગે મોટી વાત કરી હતી. કાગવડમાં ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં નરેશ પટેલે જાહેરમાં મીડિયા સામે કહ્યું કે, સમાજ કહેશે તો રાજનીતિમાં આવીશ.
ગૌરવ દવે/નરેશ ભાલિયા/રાજકોટ :રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ મંદિર (khodaldham temple) નો પંચવર્ષીય પાટોત્સવ ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ધ્વજારોહણ થયું. ત્યારપછી મહા આરતી. તેના પછી નરેશ પટેલે (Naresh Patel) સમાજને સંબોધન કર્યું છે. જેમાં તેમણે રાજકારણ (gujarat politics) માં આવવા અંગે મોટી વાત કરી હતી. કાગવડમાં ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં નરેશ પટેલે જાહેરમાં મીડિયા સામે કહ્યું કે, સમાજ કહેશે તો રાજનીતિમાં આવીશ.
રાજકારણમાં જોડાવવાને લઈ નરેશ પટેલનું મોટું નિવેદન આપ્યું કે, રાજકારણમાં આવવું તે મારા માટે સમયનો પ્રશ્ન છે. અહી બેસેલા સમાજના આગેવાનો અને નેતાઓ કહેશે તો રાજકારણમાં ચોક્ક્સથી જોડાઈશ. સમાજના આગેવાનો અમારા મહારથીઓ છે. જ્યારે પણ આવીશ ત્યારે ખોડલધામના મંચ પરથી રાજકારણમાં જોડાવવાની વાત નહી કરું. રાજકારણમાં જોડાવવાની વાત મારી રીતે ખાનગીમાં કરીશ.
આ પણ વાંચો : ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે પાટીદાર સમાજના લોકો માટે કરી મોટી જાહેરાતો
આ સાથે જ પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે આજે પાટોત્સવ પ્રસંગે કેટલીક સમાજ ઉપયોગી જાહેરાત કરી હતી.
મહત્વની વાત એ છે કે મહાઆરતી ના માત્ર ખોડલધામમાં પણ સાથે સાથે વિશ્વભરમાં 10 હજારથી પણ વધુ સ્થળ પર થઈ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, UP, બિહાર સહિતના રાજ્યોમાં આરતી કરવામાં આવી છે. જ્યારે અન્ય દેશોમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા સહિતના દેશોમાં મહાઆરતીનું આયોજન થયું છે. એટલે કે જ્યાં જ્યાં વસે છે પાટીદાર ત્યાં ત્યાં ઉજવણી કરવામાં આવી છે. ખોડલધામ મંદિરના પટાંગણમાં ગોંડલની મહિલાઓએ 3 મોટી રંગોળીઓ તૈયાર કરી છે. તેમજ અલગ અલગ જગ્યાએ આસોપાલવના તોરણ સાથે ફૂલોની પણ સજાવટ કરવામાં આવી છે. તેમજ મહાયજ્ઞ કુંડની પણ તૈયારી કરવામાં આવી છે. કારોનાના કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ છે.