મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દુલ્હનની જેમ શણગારાયું, પ્લાન હોય તો જાણી લેજો...
દિવાળીના તહેવાર ને લઈને શ્રી ખોડલધામ મંદિર અને કેમ્પસ ને અવનવી લાઈટો થી શણગાર કરવામાં આવતા મંદિર રાત્રી દરમિયાન ઝળહળી ઉઠ્યું હતું, સાથે જ મંદિર પરિસર માં રંગોળીઓ દોરવામાં આવી હતી.
નરેશ ભાલિયા/રાજકોટ: મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે,ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે,ત્યારે દિવાળીના તહેવાર ને લઈને શ્રી ખોડલધામ મંદિર અને કેમ્પસ ને અવનવી લાઈટો થી શણગાર કરવામાં આવતા મંદિર રાત્રી દરમિયાન ઝળહળી ઉઠ્યું હતું, સાથે જ મંદિર પરિસર માં રંગોળીઓ દોરવામાં આવી હતી.
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?
દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે,સાથે દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોવાથી, વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500 થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવે છે, વિશાળ 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
1 નવેમ્બરથી UPIમાં આ મોટા ફેરફાર! જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જાણો નવો નિયમ
દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યા છે,સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવી છે,ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે,સાથે આજથી શરૂ થતાં નવા વર્ષ ને લઈને વહેલી સવારથી ભક્તો માં ખોડલના દર્શન કરવા ઉમટી પડ્યા હતા,અને નવા વર્ષમાં માં ભક્તોએ માં ખોડલ ના દર્શન કરીને આખું વર્ષ સુખ મય જાય અને દુઃખ ના સંકટ દૂર કરે તેવી પ્રાર્થના કરી હતી.
ફિલ્મ સાઈન કરતા પહેલા બોલીવુડના આ મોટા સ્ટાર્સ રાખે છે આવી શરતો, જાણીને થઈ જશો હેરાન
શ્રી ખોડલધામ મંદિર નું કેમ્પસ ના દરવાજા સવારે 5.30 કલાકે ખોલવામાં આવે છે. સવારે 6.00 કલાકે આરતી ઉતારવામાં આવે છે. ત્યાર બાદ બપોરે અને સાંજે થાળ ધરવામાં આવે છે. સાંજે 6.30 કલાકે માતાજી ની આરતી કરવામાં આવે છે. માતાજી ના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહે છે. સાંજે 9.00 કલાકે માતાજી નો દ્વારા બંધ કરવામાં આવે છે. અને મંદિર કેમ્પસ 9.30 કલાકે બંધ થાય છે.