ખોડલધામનો પાટોત્સવ : ગોંડલની મહિલાઓએ બનાવ્યો 9 કિલો મમરાનો હાર, દરેક મમરા પર સૂત્ર લખ્યુ
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ગણાતા ખોડલધામ મંદિરનો આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવનો પ્રારંભ થશે. આવતીકાલે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. ત્યારે શ્રી ખોડલધામ મંદિર ખાતે પંચવર્ષીય પાટોત્સવમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને ગોંડલની મહિલાઓ દ્વારા મમરાનો હાર અર્પણ કરાશે. ખાસ વાત તો એ છે કે, મમરાનો 9 મીટરનો હાર બનાવાયો છે, જેમાં 9 કિલો મમરાનો ઉપયોગ કરાયો છે. દરેક મમરા પર સ્કેચપેનતી લખાણ લખવામાં આવ્યુ છે.
ઝી મીડિયા/બ્યૂરો :લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ગણાતા ખોડલધામ મંદિરનો આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવનો પ્રારંભ થશે. આવતીકાલે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. ત્યારે શ્રી ખોડલધામ મંદિર ખાતે પંચવર્ષીય પાટોત્સવમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને ગોંડલની મહિલાઓ દ્વારા મમરાનો હાર અર્પણ કરાશે. ખાસ વાત તો એ છે કે, મમરાનો 9 મીટરનો હાર બનાવાયો છે, જેમાં 9 કિલો મમરાનો ઉપયોગ કરાયો છે. દરેક મમરા પર સ્કેચપેનતી લખાણ લખવામાં આવ્યુ છે.
દરેક મમરા પર લખાણ લખાયુ
ગોંડલની 30 મહિલાઓ દ્વારા ખોડલધામના પાટોત્સવ માટે હાર બનાવવામાં આવ્યો છે. કુલ 9 મીટરનો મમરાનો હાર બનાવવામાં આવ્યો હતો. જેમાં 9 કિલો મમરાનો ઉપયોગ કરાયો છે. એક-એક મમરા પર સ્કેચપેનથી લખાણ લખવામાં આવ્યુ છે. એક મમરામાં ભક્તિ, બીજા મમરામા એકતા, ચોથા મમરામાં શક્તિ, પાંચમા મમરામાં જય, છઠ્ઠામા મમરામાં માઁ, સાતમા મમરામાં ખોડલ લખવામાં આવ્યું છે.
સોય અને દોરામાં એક-એક મમરા તૂટે નહિ તેટલી કાળજી રાખીને પરોવણી કરવામાં આવી છે. મમરાનો હાર બનાવવા માટે મહિલાઓ રોજના 6 કલાકનો સમય ફાળવતા હતા. 20 દિવસથી મહિલાઓ હાર બનાવવાની કામગીરી કરી રહી છે.
ગોંડલન શિલ્પાબેન પાંભરને આ હાર બનાવવાનો વિચાર આવ્યો હતો. તેઓ કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આવો હાર બનાવવા વિશે વિચાર કરી રહ્યા હતા. આ હાર બનાવવામાં પહેલા મમરા પર મા ખોડલ લખવાનુ હતું, પછી વિચાર આવ્યો કે આખું સૂત્ર લખીએ. બધા લોકો મને કહેતા કે મમરા પર લખાણ નહિ લખાય. પછી એક વાર મેં તેનો કર્યો અને સક્સેસ થયું. એટલે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ શીતલબેન માથુકીયા, વર્ષાબેન માવાણી, ગીતાબેન ધડુક, રેખાબેન સાવલિયા, કલ્પનાબેન વોરા, સરોજબેન પાંભર, રાધાબેન ક્યાડા, નીતાબેન, નયનાબેન આ કામમાં જોડાયા હતા. આમ, હાર બનાવવાની શરૂઆત કરવામાં આવી.
આ હાર બનાવવામાં નાની ઉંમરના 10 વર્ષથી બાળકોએ પણ ભાગ લીધો હતો, અને 70 વર્ષના વૃદ્ધાઓ પણ તેમાં જોડાયા હતા.