નરેશ ભાલિયા/રાજકોટ :આજે પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિર (khodaldham temple) નો પંચવર્ષીય પાટોત્સવ યોજાઈ રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) આજે પાટીદાર સમાજને સંબોધન કરશે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન કર્યા હતા. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે મહોત્સવનું આયોજન કરાયુ છે. માત્ર મર્યાદિત સંખ્યામાં નરેશ પટેલની આગેવાનીમાં ઉજવણી થઈ રહી છે. મહાયજ્ઞ, મહાઆરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. જેના બાદ નરેશ પટેલ સમાજજોગ સંબોધન કરશે. 10 હજારથી વધુ એલઇડી સ્ક્રીનમાં ગામેગામ મહોત્સવનું લાઇવ પ્રસારણ થશે. ગામે ગામ લેઉવા પાટીદાર સમાજ (patidar samaj) ના લોકોમાં આજે દિવાળી જેવો માહોલ છવાયેલો જોવા મળ્યો છે. લેઉવા પાટીદાર સોસાયટીઓમાં રંગોળી કરાઈ છે, ઘરો પર તોરણો બાંધવામાં આવ્યા છે. 



ખોડલધામમાં પંચવર્ષીય પાટોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે. ખોડલધામ મંદિરના યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ થયો છે. વહેલી સવારથી મહાયજ્ઞ શરૂ થયો છે. હરજીભાઈ ટિબડીયા અને  તેમના પત્ની સહિત આખો પરિવાર હવનમાં બેસ્યો છે. જે રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ હવનમાં બેસ્યા હતા. 



ખોડલધામ મંદિરને 5 વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ ઉજવણી થઈ રહી છે. વર્ચ્યુઅલ પાટોઉત્સવમાં દેશ-વિદેશના પાટીદાર સમાજના લોકો જોડાશે. કોરોનાને કારણે મહોત્સવ લાઈવ ટેલિકાસ્ટ જોઇ શકાશે. આ માટે ગામડાંઓમાં અને શહેરોની સોસાયટીઓમાં એલઇડી સ્ક્રિન, પ્રોજેક્ટર મુકવામાં આવ્યા છે. કુંડી મહાયજ્ઞ, મંદિરમાં ધ્વજારોહણ અને વિશેષ પૂજા થશે.