Khodaldham Trust : રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યોએ હાજરી આપી. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. ખોડલધામ ટ્રસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડલધામ કાગવડ આજે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું.ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આજે ખોડલધામના 50 નવા ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યા હતાં. લેઉવા પાટીદાર સમાજના યુવાનોને ટ્રસ્ટી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે રાજકોટ ના ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. 2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. નવા પ્રકલ્પો અને લીધેલા પ્રકલ્પો કેમ અને કેવી રીતે પૂર્ણ કરવા તેનું ટ્રસ્ટી મંડળ આયોજન કરવા લાગશે. રાજકોટ નજીક અમરેલી ગામે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે. રાજકોટના અમરેલી ગામે આરોગ્ય શિક્ષણ ભવન માટે નરેશ પટેલ ગ્રુપ દ્વારા 25 કરોડ દાન આપવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના અલગ અલગ ઔદ્યોગિક ગ્રુપ દ્વારા 25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આરોગ્ય અને શિક્ષણનું ધામ અમરેલી ગામે બનશે સૌરાષ્ટ્રના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોરપીંછ ઉમેરાશે.


ખોડલધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, ખોડલધામ મંદિર નહિ એક વિચાર છે. આ પહેલું એવું મંદિર છે ક્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. આ મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. આ સોરાષ્ટ્રના સંતો અને સુરાની ધરતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ માં ખોડલધામમાં એગ્રી વિઝન કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. ખોડલધામ માત્ર પાટીદાર સમાજ નહિ તમામ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. 


આ પણ વાંચો : 


શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી


ગુજરાતીઓની એક પહેલને કારણે યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે


તો બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોડલધામમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચીને તેમણે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ માં ખોડલને ધજા ચઢાવી હતી. તો નરેશ પટેલે મુખ્યમંત્રી માતાજીનો ખેસ પહેરાવ્યો,ગુજરાત સરકારના અનેક મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપરાંત પાટીદાર સમાજનના આગેવાનો પણ ખોડલધામ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં છે. 



ત્યારે આ પ્રસંગે નરેશે પટેલે કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. જે વિચારને રાષ્ટ્રકલ્યાણ સુધી પહોંચાડવાનો છે. ખૂટતી કડીઓ આપણે પૂર્ણ કરવાની છે. નરેશ પટેલે મંચ પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યાદ કર્યા હતા. તેઓએ કહ્યુ હતું કે, આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શક્તિવનની ભેટ આપી હતી. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેટલો જ સહયોગ મળી રહ્યો છે. પાણીની તંગી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ પર રહેતા દૂર કરી હતી. ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજશે. 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ યોજાશે. 


તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે, અમરેલી ગામ ખાતે તૈયાર થનાર પ્રકલ્પ માટે નરેશ પટેલ અને ગ્રુપ દ્વારા 25કરોડ નું દાન આપવામાં આવ્યું છે. ખોડલધામ મંદિર એ માત્ર મંદિર નથી વિચાર છે. તે દેશનું પ્રથમ મંદિર છે કે જેના દરવાજા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે.



આ પ્રસંગની ખાસ વાત એ છે કે, ટ્રસ્ટમાં 40 નવા ટ્રસ્ટીઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ગુજરાતના દિગ્ગજ પાટીદારો છે. જેમાં ખાસ તો, પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ કરાયો છે. અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રથમ મહિલા ટ્રસ્ટી બન્યા છે.


આ પણ વાંચો : ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : અનાર પટેલને પ્રથમ મહિલા ટ્રસ્ટી બનાવાયા