ખ્યાતિના `કસાઈઓએ` કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે આ રાક્ષસોને સજા?
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ પૈસા કમાવા માટે માનવતાની તમામ મર્યાદા હટાવી દીધી હતી. હવે આ હોસ્પિટલના એક-એક કાંડ બહાર આવી રહ્યાં છે. અમે તમને આ હોસ્પિટલના સંચાલકો અને તેના ડોક્ટરોના કાળા કારનામા જણાવીશું.
અમદાવાદઃ ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે અને હોસ્પિટલને દર્દીઓ મંદિર માને છે. આ મંદિરમાં દર્દીઓ સાજા થવા આવે છે. ડૉક્ટરને ભગવાન સમજીને તેમની દરેક વાત માને છે. પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે તો પૈસા કમાવવા માટે હદ જ વટાવી નાંખી...જેને જરૂર ન હતી તેના ખોટા ઓપરેશન કરી નાંખ્યા. ભોળા અને અશિક્ષિત દર્દીઓ કંઈ સમજી શકે તે પહેલા તો તેમને ચીરી નાંખ્યા. ખોટા સ્ટેન્ટ અને એન્જિયોગ્રાફી કરીને પૈસા સગેવગે કરી નાંખ્યા. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ ખુલી રહ્યા છે. ત્યારે જુઓ વધુ એક કાંડ અને ખુલાસાનો આ અહેવાલ....
'ખ્યાતિ' હોસ્પિટલ કે કતલખાનું?
માણસોને મારવાની લીધી હતી સોપારી?
ગામડે ગામડે કેમ્પ કરીને લોકોને છેતર્યા
ધડાધડ ઓપરેશન કરીને રૂપિયા પડાવ્યા
ન જરૂર હતી તેને પણ ચીરી નાંખ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ...આને હોસ્પિટલ કહેવી કે કતલખાનુ કહેવું તે સમજાતું નથી...સારી સારવાર ન કરવા માટે પંકાયેલી આ હોસ્પિટલના રિવ્યૂ ઘણા ખરાબ હતા...જેથી દર્દીઓ આવતાં નહીં...દર્દીઓ ન આવતાં હોસ્પિટલના માલિકોને ધંધો ચોપટ થઈ ગયો હતો, તો તેમણે પૈસા કમાવવા નવો કીમિયો અજમાવ્યો...ગામડે ગામડે ફરીને લોકોને ચીરી નાંખવાનું નક્કી કર્યું..ખ્યાતિ હોસ્પિટલે આ માટે ગામડે ગામડે કેમ્પ કર્યા...ભોળી અને અશિક્ષિત પ્રજાને એવો ડર ઘૂસાડ્યો કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે...જો નહીં કરાવો તો આમ થશે અને તેમ થશે....એવી પણ લાલચ આપી કે તમારે એક રૂપિયો કાઢવાનો નથી...આયુષ્યમાન કાર્ડમાંથી થઈ જશે...ડરના માર્યા લોકો તૈયાર થયા અને બસ ભરીને અમદાવાદ લાવવામાં આવ્યા...ઈચ્છા થાય તેમ તેમને ચીરવામાં આવ્યા...અને તેના પરિણામ કેટલાક મોતને ભેટ્યા....
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
ખ્યાતિ હોસ્પિટલનું ભોગ કોઈ એકલ દોકલ વ્યક્તિ નહીં પણ આખે આખું ગામ બન્યું છે. ઝી 24 કલાકની ટીમે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા ખાવડ ગામમાં પહોંચી...અહીં લોકોના જીવન સાથે ખ્યાતિ હોસ્પિટલે કેવી રમત રમી તે તમે ખુદ જોઈ લો....
તમે જેને સાંભળ્યા તે જયંતિભાઈ પટેલ હતા...જયંતિભાઈ પહેલા એકદમ સ્વસ્થ અને નિરોગી હતા પણ જ્યારથી તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ખાવડ ગામમાં જયંતિભાઈ જેવા અનેક લોકો છે જેઓ આવી જ તકલીફનો સામનો કરી રહ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલના કસાઈઓએ પૈસા માટે કોઈને નથી છોડ્યા...પુરૂષની સાથે મહિલાઓને પણ ખોટા ઓપરેશન કરીને નિરોગી શરીરને રોગી બનાવી દીધું છે.
અલગ અલગ ગામમાંથી કેમ્પો કરીને ખ્યાતિના કસાઈઓ લોકોને ખોટા ઓપરેશન કરવા માટે અમદાવાદ લાવ્યા...આ ખોટા ઓપરેશનમાં આ જ ગામના એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે.
હોસ્પિટલને મંદિર અને ડૉક્ટરને ભગવાનનું બીજુ રૂપ દર્દીઓ માનતા હોય છે. પરંતુ ખ્યાતિ જેવી હોસ્પિટલો પૈસા કમાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તે આપણે જોયું....કાયદો હાલ કાયદાનું કામ કરી રહ્યો છે. આરોપીઓ સળિયા પાછળ છે. પરંતુ ભગવાન ખ્યાતિના રાક્ષસોને ક્યારેય માફ નહીં કરે તે નક્કી છે.