ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા સાંજના સમયે વૃદ્ધા પોતાના પૌત્રને લઈને મંદિર પાસે ગયા હતા, જ્યાં બાળક રમતું હોય અચાનક એક યુવકે ત્યાં આવીને બાળકને ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે વૃદ્ધ એ બુમાબુમ કરતા આસપાસના લોકો એ આરોપી યુવક ને પકડી બાળકને વૃદ્ધાને હવાલે કરી આ અંગે પોલીસને જાણ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નજીકમાં લાગેલા CCTVમાં આરોપી કેદ
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને યુવકની અટકાયત કરી હતી. યુવાનનું નામ મંજુ ઉઈકે હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે અપહરણનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરાઈ હતી. નજીકમાં લાગેલા CCTVમાં આરોપી કેદ થયો હતો.


બાળકને ઉપાડીને શું હતો ઈરાદો?
આ મામલે પકડાયેલા આરોપી આ વિસ્તારમાં શુ કરતો હતો અને શા માટે તેણે આ પ્રકારે બાળકને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં આરોપી કોઈ ચોક્કસ ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ તે તમામ બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.