મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં એક બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. જોકે બાળકના અપહરણની જાણ થતાં ગંભીરતા દાખવી પોલીસે શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં અપહરણકારને ઝડપી અપહ્યત બાળકને સહી સલામત છોડાવ્યો હતો. જોકે અપહરણ અંગે પોલીસને પૂછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી હકીકત પણ મળી કે આરોપીએ શા માટે એક બાળકનું અપહરણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BREAKING: ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટી ખુશખબર, શિક્ષણ મંત્રીએ કરી આ જાહેરાત


અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા એક પરિવારમાંથી 13 માસના બાળકનું અપહરણ કરવામાં આવ્યું. આ અપહરણ અન્ય કોઈએ નહિ પણ મહિલાના પ્રેમીએ જ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે વાત કરીએ તો સિંગરવા ખાતે પરિણીતા તેના બે સંતાનો સાથે લગ્નમાં ગઈ હતી. ત્યાંથી તેના જ પડોશમાં રહેતા પ્રકાશ દંતાણી નામના વ્યક્તિએ પરિણીતા અને તેની પુત્રી અને પુત્રને બાઈક પર બેસાડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો અને બાદમાં બાપુનગર ખાતે પરિણીતા અને તેની પુત્રીને ઉતારી દીધી હતી. આરોપી પ્રકાશ દંતાણીએ પરિણીતા સાથે મારકૂટ પણ કરી અને તેના 13 મહિનાના પુત્રને લઇને નાસી ગયો. 


ખાસ નોંધી લેજો આ તારીખ; ગુજરાતમાં આ વર્ષે મોડું શરૂ થશે ચોમાસું,જાણો સૌથી મોટી આગાહી


જોકે પોલીસને અપહરણ અંગે ફરિયાદ મળતા જ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી અને ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે પરિણીતાના જણાવ્યા મુજબ પ્રકાશ દંતાણી એ જ અપહરણ કર્યું હોવાથી પોલીસે પ્રકાશના સબંધીઓ અને મિત્રોના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. જે બાદ આજે અપહરણકાર પ્રકાશ બાળક સાથે રામોલ વિસ્તાર માંથી મળી આવ્યો હતો. અપહરણકાર પ્રકાશ અને પરિણીતાની પૂછપરછ કરતાં સામે આવ્યું કે પ્રકાશ અને પરિણીતા વસ્ત્રાલમાં એકબીજાના પાડોશી હતા જ્યાં બંનેની આંખ મળતા પ્રેમ સબંધ બંધાયો હતો. 


'માતા-પિતાને સુખી જીવન આપવા માછીમારી કરવા ગયો, પરત ફર્યો તો માતા-પિતા જ જીવિત ન હતા'


જોકે એક વર્ષ પહેલાં પરિણીતાના પતિને બંનેના સંબંધની ખ્યાલ આવી જતા પરિણીતાએ પ્રકાશ સાથે સબંધ તોડી નાખ્યો હતો. જોકે પ્રકાશ પરિણીતાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા પણ દબાણ કરતો હતો. બે દિવસ પહેલા સિંગરવા ખાતે પરિણીતા લગ્ન પ્રસંગમાં ગઈ હતી ત્યારે પ્રકાશે તેને છેલ્લી વખત મળવાનું કહ્યું હતું. 


અહીં સંતાનોના લગ્ન એક જ માંડવામાં થાય, મુહૂર્ત નીકળી જાય તો બીજા વર્ષે વારો આવે


જોકે પરિણીતાએ નાં પડતા પ્રકાશે તેના દીકરાને બાઈક પર બેસાડી દીધો હતો જેથી પરિણીતાએ તેની પુત્રી સાથે બાઈક પર બેસી હતી. પ્રકાશે પરિણીતા અને બંને પુત્રોને અલગ અલગ જગ્યા પર બાઇકમાં ફેરવ્યા હતા. પરિણીતાએ બાઈક ઉભી રાખવાની કહેતા પ્રકાશે બાઈક ઉભી રાખ્યું હતું નહિ. જોકે બાદમાં બાપુનગર પાસે આરોપી પ્રકાશે બાઈક ઉભી રાખી પરિણીતા સાથે મારકૂટ કરી હતી અને દીકરાને બાઈક પર બેસાડી નાસી ગયો જતો.


ભારતથી આવી દાદા જીએ ભૂલ કરી, પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી, યુવકનું છલકાયું દર્દ


આરોપી પ્રકાશ દંતાણીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે બાળકને લઈને આરોપી પ્રકાશ સાણંદ પહોચ્યો હતો અને પૈસા નહિ હોવાથી એક આશ્રમમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારે અમદાવાદમાં આવ્યો હતો. અને પોલીસને માહીતી મળતા જ બાળક સાથે અપહરણકાર પ્રકાશની રામોલ માંથી પકડી પાડ્યો હતો. 


રીતસરની ધમકી! બાબા બાગેશ્વરનો વિરોધ કરશો તો જોયા જેવી થશે


પોલસે પરિણીતાની ફરિયાદ પરથી આરોપી પ્રકાશ દંતાણી સામે મારામારી અને અપહરણની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.