મૌલિક ધામેચા/અમદાવાદ : કાર સીઝીંગ કરનાર એક સીઝરને નરોડામાં કડવો અનુભવ થયો. બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ અને દોઢ કલાક બાદ તેનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. જેની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે સિઝર યુવકને મારમારવા અને અપહરણ કરવાના કેસમાં ફરાર અન્ય 8 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો


અમદાવાદના નરોડા રિંગ રોડ પાસેથી ગઈકાલે એક સીઝરનું અપહરણ કરી તેને ગોંધી રાખી માર મારવામા આવ્યો હતો. સચીન નાઈ નામનો સીઝર એક ખાનગી કંપનીમા કાર સીઝીંગનુ કામ કરે છે. અને તેની ટીમના એક સાથીએ થોડા સમય પહેલા એક બોલેરો કાર સીઝ કરી હતી. જેથી સચીનનુ રિંગરોડ પરથી બે અલગ અલગ ગાડીમા આવેલા 10 જેટલા લોકોએ અપહરણ કર્યુ અને દોઢ કલાક સુધી ગોંધી રાખી માર માર્યો હતો. બાદમા ટીબલી હનુમાન મંદિર પાસે લઈ જઈ છોડી મુકવામા આવ્યો હતો. કારણ કે ક્રાઈમ બ્રાંચની ટીમો અપહરણનો મેસજ મળતા આરોપીને શોધી રહી હતી. તેવામા બે આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.


પછાતપણાનું વિશેષણ દુર કરવું હશે તો શિક્ષણ લેવું જ પડશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા


અપહરણ અને મારામારીનો ગુનો પોલીસ  ચોપડે નોંધાયા બાદ તપાસ કરતા નરોડા પોલીસે હિતેશ દેસાઈ અને સુનિલ દેસાઈની ધરપકડ કરી છે. પરંતુ આ કેસમાં સંડોવાયેલ અન્ય 8 આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત ફરિયાદીનો આક્ષેપ છે કે, આરોપીએ તેવી ધમકી આપી હતી કે મારી વિરુદ્ધ 15 ગુના છે વધુ એક ગુનો નોંધાતા કોઈ ફરક નથી પડતો પરંતુ તને તકલીફ પડશે. ઉપરાંત ફરિયાદ ન નોંધવા માટે પણ ધમકી આપવામા આવી હતી. જોકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સ્વીટી પટેલ મર્ડર કેસ : PI દેસાઈની બીજી પત્નીએ બતાવી માનવતા, નોંધારા બનેલા પુત્રને સાચવશે


નરોડા રિંગ રોડ પાસેથી ધોળાદિવસે યુવકનુ અપહરણ કરવામા આવ્યુ અને કોઈએ આરોપીને રોક્યા પણ નહી. બે ગાડીમા આવેલા 10 આરોપીએ જાહેરમા લાકડી વડે માર માર્યો અને કોઈએ રોક્યો પણ નહી. જોકે કંટ્રોલ મેસેજના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે યુવકને છોડાવ્યો અને આવા અસામાજિક તત્વોને ડામવા માટે સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવા દબાણ પણ કરવામા આવ્યુ. જોકે હવે સવાલ એ છે કે આખરે આ ગુનાના ફરાર આરોપીને પોલીસ પકડી લાવે છે. તે પછી રહેમ નજરે આરોપી હાજર થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube