ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સુરક્ષિત ગુજરાતના દાવા પોકળ સાબિત થયા છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ZEE 24 કલાક સવાલ પૂછે છે કે શું જૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ પણ નથી સુરક્ષિત?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી સગીરાનું કારમાં અપહરણ કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જૂનાગઢના જય સુખાનંદી પોતાની સ્વીફ્ટ કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. આ બનાવમાં પોલીસે જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી ભોગ બનનાર સગીરા અને જય સુખાનંદીને ઝડપી લીધા હતા, 


જય સુખા નંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતા હતા. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ અપહરણ કરાયું હતું. જ્યારે મદદગારી કરનાર રિયાઝને લોધિકાથી દબોચી લીધો હતો. જો કે પોલીસની પ્રાથમિક પૂછપરછમા સગીરાએ દુષ્કર્મની વાતને નકારી હતી હાલ કોર્ટ મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે, હાલ સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.