Heart Attack : હાર્ટએટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની રહ્યો છે. ગુજરાતમાં હવે રોજ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જુવાનિયા તેનો શિકાર બની રહ્યાં છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 2 દિવસમાં 21 થી વધારે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. તેમાં વધુ ચાર લોકોના મોતનો આંકડો ઉમેરાયો છે. છેલ્લા ૧૨ કલાકમાં હાર્ટ એટેકના કારણે સૌરાષ્ટ્રમાં એક શિક્ષક સહિત ત્રણના મોત થયા છે. તો સુરતમાં ગરબા રમતા રમતા એક યુવકનું મોત થયું છે. જેતપુરમાં માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા કરતા 24 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. તો રાજકોટમાં 7 વર્ષથી પથારીવશ 40 વર્ષીય શખ્સને હાર્ટએટેક આવ્યો હતો. તો એક શિક્ષકને પણ હાર્ટએટેક આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ કિસ્સો
જેતપુરમાં યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે. જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. 22 વર્ષીય કિશન મનુ ભાઈ મકવાણા નામનો ઘરે રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ નહીં. યુવક રાત્રે ગરબા જોવા માટે ગયો હતો. યુવકને સિવિલ હોસ્પિટલ લવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો.


બીજો કિસ્સો 
રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી દરમિયાન હાર્ટ એટેકની ઘટના સામે આવી. શાકભાજીના વેપારીને હાર્ટ એટેક આવતા તેના લાઈવ મોતના દ્રષ્યો સીસીટીવીમાં કેદ થયા છે. યુવક જતો હતો એ દરમિયાન ઢળી પડ્યો હતો. રણજીતકુમાર ઉપેન્દ્રકુમાર યાદવ નામના 24 વર્ષીય યુવકનું મોત નિપજ્યુ છે.


નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે


ત્રીજો કિસ્સો
સુરતના માંડવીના અરેઠ ગામે 47 વર્ષીય મુકેશ ગામીત નામના યુવકનું ગરબા રમતા રમતા મોત થયું છે. મુકેશ અરેઠ ગામમાં ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા હતા. જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મુકેશને મૃત જાહેર કર્યો હતો. મુકેશના મોતના સમાચાર મળતા ગમગીની છવાઈ ગઈ.


ચોથો કિસ્સો
પડધરીના રંગપર ગામમાં 43 વર્ષીય શિક્ષક દિપક કાનજી વેંકરિયાને હાર્ટએટેક આવ્યો હતો. સવારે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, જેના બાદ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેઓ નાનાવડા ગામ લોધિકામાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. 


રૂપાલની પલ્લી જ નહિ, ઉત્તર ગુજરાતની આ પલ્લી જોવા પણ ઉમટી પડે છે લાખો લોકો


ગુજરાતમાં હાર્ટ એટેકથી એક મહિનામાં 25 લોકોના મૃત્યુ
ગુજરાતમાં એક મહિનામાં હાર્ટ એટેકથી 25 લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેક વધતાં લોકોની ચિંતા વધી ગઈ છે. ત્યારે વડોદરાના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દર્શન બેંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બાળકોમાં હ્યદય રોગ માટે મોબાઈલ અને બાહ્ય ખોરાક જવાબદાર છે. લોકોએ બહારનું ભોજન ટાળવું જોઈએ અને મોડી રાત્રે ખોરાક ન લેવો જોઈએ, ઠંડા પીણા સદંતર બંધ કરી દેવા જોઈએ. સાથે જ હરિફાઈના જમાનામાં લોકો કેપિસીટી કરતા વધુ કામ કરે છે. માનસિક તણાવના લીધે પણ હૃદય રોગના કિસ્સા વધે છે. જેથી બાળકોને શિક્ષણ માટે વધારે દબાણ ન કરવું જોઈએ. 


વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા! સમાજ વચ્ચે આવતાં કરી નાંખ્યો મોટો કાંડ