નર્મદા :તમે હોલિવુડની ફિલ્મોમાં ઘાતક માછલીઓ વિશે જોયુ હશે. પીરાન્હા ફિલ્મને પણ વારંવાર જોઈ હશે. ત્યારે આવી જ ઘાતક માછલી નર્મદા નદીમાં જોવા મળી છે. ત્યારે જળસૃષ્ટિ માટે આફતરૂપ માછલી નર્મદા નદીમાં આવી ગઈ છે. માછીમારોને નદીમાં માછીમારી દરમિયાન સકર ફિશ મળી હતી. અદભૂત વાત તો એ છે કે, પાણીમાંથી બહાર લાવ્યા બાદ તે બે કલાક જીવિત રહી હતી. જેથી માછીમારોએ તેને ફરી પાણીમાં છોડી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા નદીમા તિલકવાડા તાલુકાના વડવાળા ગામના નર્મદા નદીમા માછીમારી કરતા કેટલાક માછીમારોની જાળમાં સકર ફિશ આવી હતી. કહેવાય છે કે, સકર ફિશ સામાન્ય રીતે શો પીસમાં રાખવામા આવતી હોય છે. કારણ કે, તે નદી, જળાશયો અને તળાવોમા હોય તો જળચર જીવસૃષ્ટી પર મોટી અસર કરે છે. તે અનેક પ્રજાતિઓની માછલી, જંતુઓને ખાઈ જઈને પાણીમાં પોતાનુ સામ્રાજ્ય બનાવે છે. પાણીમાં થતી શેવાળને પણ તે છોડતી નથી. 


આ પણ વાંચો : Ganga Dussehra 2022: આ દિવસે ગંગા નર્મદાને મળવા આવે છે, નર્મદાના શ્યામ પાણીમાં દેખાય છે ગંગાની સફેદ ધારા 


સકર ફિશની ખાસિયત


  • તે સામાન્ય રીતે પાણીના તળિયે રહે છે

  • તે ઈકો સિસ્ટમને ડિસ્ટર્બ કરનારી ગણાય છે

  • અન્ય જીવોને મારીને પોતાનુ સામ્રાજ્ય જમાવવામાં માહિર છે આ માછલી

  • તે નદી માટે ઘાતક ગણાય છે

  • શિકારી ફિશ તરીકે તેની ગણના થાય છે


આ શિકારી ફિશ વિશેક કહેવાય છે કે, મૂળ દક્ષિણ અમેરિકાની એમેજોન નદીની છે. ભારતમાં પણ અનેક નદીઓમાં તે જોવા મળે છે.  ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં સકર ફિશ જોવા મળે છે. જોકે, ગંગા અને યમુનાની ઈકો સિસ્ટમને નુકસાન કરવામાં આ ફિશનો મોટો ફાળો છે.