જમીલ પઠાણ, છોટા ઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરની શાંતિનગર સોસાયટીમાં રહેતો સિકંદર ગોહીલ ગત 5મેના રોજ તેની પત્ની સુલતાના અને બાર વર્ષનો પુત્ર સાથે પોતાના મકાનના ધાબા ઉપર સૂઈ રહ્યા હતા. ત્યારે રાતના બે વાગ્યાની આસપાસ અચાનક એક બુકાની ધારીએ આવી સિકંદર ઉપર હુમલો કરી છરી વડે તેનું ગળું કાપી નાખી તેની હત્યા નિપજાવી હતી. જોકે પોતાના પતિને બચવવા તેની પત્નીએ પ્રયાસ કર્યો પણ તે બચાવી ના શકી અને હત્યા કરનાર શખ્સ ત્યાથી નાસી છૂટ્યો હતો. જે અંગેની ફરિયાદ સુલ્તાના એ કવાંટ પોલીસ માં નોધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુલતાનાની ફરિયાદને લઈ તપાસ કરી રહેલી પોલીસને ડોગ સ્કવોડ સહિતની તપાસમાં આરોપી બીજું કોઈ નહીં પણ સિકંદરનો પાડોશી ઇમરાનશા દીવાન હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે આરોપી ઇમરાનશા દીવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ઇમરાનશા લાપતા હતો, જોકે બે દિવસ બાદ ગુરુવારે કવાંટના હમીરપુરા પાસેની કોતરના એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઈમરાનનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


જ્યાં પેન્ટના બેલ્ટ વડે ડી કમ્પોજ થયેલી બોડીને જોતાં પ્રાથમિક દ્રષ્ટીએ બે દીવસ પૂર્વે જ આરોપી ઇમરાને આત્માહત્યા કરી લીધી હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. ઇમરાને સિકંદરની કરેલી હત્યા અને ઇમરાને કરેલી આત્મહત્યા પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું પોલીસનું માનવું છે. જોકે હાલતો પોલીસે બંને ગુના સંબંધી તપાસનો દોર આગળ વધાર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube