ઉદય રંજન/અમદાવાદ: પુલ ટેબલ ઝોનમાં સ્ટીક અડી જવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરની અટકાયત કરી છે. હત્યામાં વપરાયેલ છરી ફેંકી દીધી હતી, જે પણ કબ્જે કરવામાં આવી છે. પકડાયેલ હત્યારા સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી. કોણ છે હત્યારાઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ


પોલીસની ગિરફતમાં રહેલ કાળા બુરખામાં દેખાતા બે આરોપીઓ હત્યાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓની ઉંમર 20 વર્ષની છે પણ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જોકે ધટના સામાન્ય પુલ ટેબલમાં સ્ટીક અડી જવાને લઈ ઝઘડો થયો હતો. જે ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લઈ લીધું.


ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.


ઘટનાની વિગતવાર વાત કરીએ તો સોમવારના રોજ વિશાલા સર્કલ પાસે આવેલ મોલના એક પુલ ટેબલ ઝોનમાં કેટલાક યુવકો પુલ રમવા આવ્યા હતા. આ દરમિયાન બે પક્ષના લોકો વચ્ચે પુલ રમવાની સ્ટીક અડી જવા બાબતે બબાલ થઇ હતી. જેમાં એક પક્ષના લોકો ભેગા થયા અને સ્ટીક જે યુવકથી વાગી તેની મોલના નીચેના ભાગે રાહ જોઇ રહ્યા હતા. આ મોહમદ કેફ નામનો યુવક આવતા જ તેની સાથે છ લોકોએ બબાલ કરી હતી. સીસીટીવી ફુટેજમાં પણ બબાલ કરનાર શખ્સો દેખાઇ રહ્યા છે. જેમાંના કેટલાક લોકોએ પટ્ટો અને હથિયારથી 19 વર્ષીય યુવકને માર મારતા તેનું મોત નિપજ્યુ હતું.


ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...


પકડાયેલ આરોપી રૈયાન ગૌસી, મોહંમદ તલહા શેખ અને બે કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર સહિત 6 આરોપીઓ ભેગા મળી મોહંમદ કૈફ અને રુહાન મલેક પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં મોહંમદ કૈફનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે રુહાન મલેક ઇજા થઇ હતી. પુલ ટેબલ ઝોનમાં થયેલી બબાલમાં મોલની નીચે જઈ હત્યાના ગુનાને અજામ આપ્યો હતો.


વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી


જોકે પકડાયેલ ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી રૈયાન ગૌસી પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા વાસણા પોલીસને માહિતી મળતા વેજલપુરથી આરોપી ધરપકડ કરી. પકડાયેલ આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પણ સામાન્ય ઝઘડામાં હત્યા કરી હોવાની આરોપીઓ કબૂલાત કરી છે. પરતું આ કેસમાં અન્ય બે ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.