અમદાવાદ : ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. કિંજલનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબર : સસ્તું થયું સોનું, એક દિવસમાં કિંમતમાં અચાનક થયો ઘટાડો


 


ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ છે.. 






કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.