સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે ફ્લાઈટમાં બનેલી ઘટના અંગે કર્યો નવો જ ખુલાસો; કહ્યું મારી મેટર હતી જ નહિ પણ…
કીર્તિ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે, એર હોસ્ટ્સ સાથે થયેલી ઘટના તો ખૂબ જ જૂની છે. 07 તારીખની મારી આ મેટર છે. પરંતુ આ કેસ થયો ત્યારે મને ખબર નથી પડતી કે, આ કેસ પણ કેવી રીતે સાથે સાથે શરૂ થયો?? તેમનો વાંક હતો, કારણ કે મારી તો તેની સાથે મેટર જ નહોતી, મારી સાથે પાછળ બેઠેલા બે ત્રણ છોકરાઓ, સુરતના હતા, અને મારા ઓળખીતા પણ નહોતા.
તેજસ મોદી/સુરત: સોશિયલ મીડિયાની રીલ સ્ટાર કીર્તિ પટેલ પર વિમાનમાં થયેલી માથાકૂટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી. હાલ આ મુદ્દે એક ખુલાસો સામે આવ્યો છે. વિમાનમાં થયેલી માથાકૂટ બાબતે કીર્તિ પટેલે વિડીઓ બનાવી મોટો ખુલાસો કર્યો છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે જણાવ્યું હતું કે એરહોસ્ટેસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી, અને મને પણ એરહોસ્ટેસ દ્વારા માર મરાયો હતો.
જાણો શું હતી એરહોસ્ટેસને ધમકી આપવા અને માર મારવાની ધટના?
ગોવાથી સુરત આવતી ફ્લાઇટની અંદર ક્રૂ મેમ્બરની સાથે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે માસ્ક પહેરવા મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારબાદ કીર્તિ પટેલ ચર્ચામાં આવી હતી અને આ મુદ્દે ફરિયાદ નોધાઈ હતી. પરંતુ કીર્તિ પટેલે એક નવો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં તેમણે ફ્લાઈટની અંદર બનેલી સમગ્ર ઘટનાનું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે, અને જણાવ્યું કે કેવી રીતે એર હોસ્ટેસની સાથે માથાકૂટ થઇ હતી.
કીર્તિ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે, એર હોસ્ટ્સ સાથે થયેલી ઘટના તો ખૂબ જ જૂની છે. 07 તારીખની મારી આ મેટર છે. પરંતુ આ કેસ થયો ત્યારે મને ખબર નથી પડતી કે, આ કેસ પણ કેવી રીતે સાથે સાથે શરૂ થયો?? તેમનો વાંક હતો, કારણ કે મારી તો તેની સાથે મેટર જ નહોતી, મારી સાથે પાછળ બેઠેલા બે ત્રણ છોકરાઓ, સુરતના હતા, અને મારા ઓળખીતા પણ નહોતા.
તે સમય દરમ્યાન ફ્લાઇટ બંધ હતી અને ડોમેસ્ટીક પ્લેન હતું. ડોમેસ્ટિક પ્લેનની તો તમને ખબર હોય કે નાનું એવું હોય. જે સમય એ વિમાન શરૂ થયું ન હોય તે સમયે, એસી, પંખાને એવું બધું બંધ હોય. તેને કારણે પાછળ બેઠેલા છોકરાએ માસ્ક પહેર્યુ ન્હોતું. એરહોસ્ટેસ ત્રણથી ચાર વખત તેને માસ્ક પહેરવાનું કહેવા માટે આવી હતી. પેલા છોકરાએ માસ્ક પણ થોડું ચઢાવ્યું હતું અને થોડું નીચે અડધું રાખ્યું હતું.
તે સમય દરમિયાન એર હોસ્ટેસ એ ખૂબ જ ક્રૂર વ્યવહાર કર્યો હતો અને તેને કહ્યું હતું કે, તમે અહીં કોરોના ફેલાવવા આવો છું, હું તમને નીચે ઉતારી દઈશ. આખા વિમાનની અંદર તે છોકરાની બધાની સામે બૅજ્જતી કરી નાખી હતી. તે છોકરો ખૂબ જ સારા ઘરનો હતો અને ખૂબ જ ભણેલો-ગણેલો અને ખૂબ સધ્ધર ઘરનો હતો. અને તે છોકરાને તમામ કાયદાકીય કલમની પણ ખબર હતી.
તેને કારણે તેણે છોકરાએ પ્રેમથી તે એરહોસ્ટેસને તેનું નામ પૂછ્યું હતું કે, તમારું નામ શું છે??, તો સામે તે એરહોસ્ટેસે કહ્યું હતું કે તારે મારું નામ જાણીને શું કામ છે??, તો તે છોકરાએ કહ્યું હતું કે મારે તમારી સામે ફરિયાદ કરવી છે..તમે મને આવી રીતે કહી ના શકો તેને કારણે મારે તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવી છે. એક વખત બોર્ડિંગ થઈ જાય પછી કોઈ અમને ફલાઇટમાંથી ઊતરી શકે નહીં. અને તે છોકરાએ કહ્યું હતું કે જો કોરોના હોઈ તો તમે અમને ફ્લાઈટમાં બેસવા પણ દેતા નથી તો પછી...
કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એ હોસ્ટેલના એક વખત નહીં પરંતુ 100 વખત કહેવું પડે કે, સર તમે માસ્ક પહેરી લો. અમે જ્યારે વિમાનમાંથી નીચે ઊતરતા હતા ત્યારે, એર હોસ્ટેસની તે છોકરાની સાથે માથાકૂટ થઇ ગઇ હતી અને ત્યારે તેની પાસે કોઈ, મહિલા નહોતી. તેના કારણે એરહોસ્ટેસ તેની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી રહી હતી. તેના કારણે મેં ખાલી એરહોસ્ટેસને જણાવ્યું કે, મેડમ તમારે તમારો વાત કરવાનો તેવર છે તે બદલાવો જોઈએ.
આ વીડિયોની અંદર કીર્તિ પટેલ કહેતી નજરે ચડે છે કે, આ મેટર અમારે 7 તારીખે થઈ હતી, અને જ્યારે આકૃતિ પટેલે વિડીયો બનાવ્યો હતો તે 28 તારીખે વિડીયો બનાવ્યો હતો. તે સમયે આપણા ડુમસના પીએસઆઇ રાઠોડ સાહેબ પણ હાજર હતા. અને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ પણ ત્યાં સમયે હાજર હતા. તેઓ સમગ્ર ઘટનાની સચ્ચાઈ જાણે છે. પરંતુ જ્યારે મેં સમાચારોમાં વાંચ્યું તો મને ખુબ જ દુ:ખ થયું.. અમે તે વખતે એરહોસ્ટેસની નોકરી જતી ન રહે તેના માટે ફરિયાદ નહોતી કરી પરંતુ તેમ છતાં આજે આટલા દિવસો પછી મારા પર ફરિયાદ.. મને કંઈ સમજાતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube