રક્ષિત પંડ્યા/ રાજકોટ: લોકગાયક કિર્તીદાન ગઢવીના 13 વર્ષના પુત્ર ક્રિષ્નએ લોકસંગીતમાં એન્ટ્રી કરી છે. કીર્તિદાન ગઢવીના પુત્રએ ગાયેલ જયદેવ જયદેવ જય મંગલ મુર્તી સોંગ યુટ્યુબમા ધૂમ મચાવી રહ્યું છે. એક જ દિવસમાં આ સોંગ 3 લાખથી વધુ લોકો નિહાળી ચુક્યા છે. ત્યારે ઝી મીડિયા સાથે ટેલિફોનિક વાચચીતમા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતુ કે તેનો પુત્ર માત્ર 7માં ધોરણા અભ્યાસ કરતા ક્રિષ્ન ગઢવીને અત્યારથી જ લોકસંગીતમા રસ છે તેને ગણેશ ચતુર્થીના દિવસે જ ગીત ગાવાની ઇચ્છા દર્શાવી અને મે હા પાડી તેને જયદેવ જયદેવ જય મંગલ મૂર્તિ ગીત સારી રીતે રજૂ કર્યુ છે .હુ મારા પુત્રને બેસ્ટ સિંગર તરીકે જોઇ રહ્યું છે. આગામી દિવસોમાં પણ તેને ઇચ્છા થશે તેમ ગીતો રજુ કરવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હું મારા પિતાની જેમ લોકસંગીતમાં નામ કરવા માંગુ છું: ક્રિષ્ના
ક્રિષ્ન પણ કહે છે મારા આઇડોલ મારા પિતા જ છે મારે પણ તેની જેમ લોકસંગીત ગાઇ ગુજરાત અને ગુજરાતીનું નામ આગળ વધારવું છે. સમય મળ્યે કિર્તીદાન ગઢવી જ પુત્રને સંગીતનું જ્ઞાન આપે છે. હાલ આ ગીત કિર્તીદાનની યુ ટયુબ ચેનલ પર મુકવામાં આવી રહ્યું છે. માતા સોનલ ગઢવીએ પણ જણાવ્યું હતુ કે ક્રિષ્ન નાનપણથી જ સંગીતનુ વાતાવરણ મળી રહ્યું છે સંગીતના ખોળામા ઉછરેલો છે તેમ કહી શકો, લોક સંગીતને એક નવો સુર મળે અને પિતાની ઓળખ જાળવી રાખશે તેવા આર્શિવાદ આપુ છું.