Video : સાત સમુંદર પાર પહોંચ્યો ડાયરાનો ક્રેઝ, લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ
ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવી કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો લંડનવાસીઓ કિર્તીદાનના ડાયરામાં ડૉલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો.
સત્યમ હંસોરા/રાજકોટ :ડાયરાનો ક્રેઝ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-ઝાલાવાડ પંથકમાં ખૂબ જ જોવા મળે છે. અહીં તો ડાયરાના કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થવો સામાન્ય વાત બની ગઈ છે. એમાંય, જો કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય તો વાત જ કંઈક અલગ હોય છે. પણ, ડાયરાનો શોખ સાત સમુંદર પાર પહોંચી ગયો છે. ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવી કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો લંડનવાસીઓ કિર્તીદાનના ડાયરામાં ડૉલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો.