રક્ષિત પંડ્યા/રાજકોટ : જામકંડોરણા ખાતે ડાયરામાં મંત્રી રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સરદાર પટેલ સંકુલ ખાતે વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ અંતર્ગત ડાયરાનું આયોજન કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગઈકાલે રાત્રે લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલે કરેલા ડાયરાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમયે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ કલાકારો તેમજ મંત્રી જયેશ રાદડિયા અને તેમના ભાઈ લલિત રાદડિયા પર ત્યાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાથે જ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પણ કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.


સુરત : કબૂતર ચોરીના આરોપમાં 3 કિશોરે મળીને એક કિશોરની ક્રુરતાપૂર્વક હત્યા કરી


જયેશભાઇ રાદડિયાની ડાયરામાં જાહેરાત


ડાયરામાં રૂપિયાનો વરસાદ કરાયો, તે તમામનો ઉપયોગ ગૌશાળા માટે કરવામાં આવશે. સાથે જ કીર્તિદાન ગઢવીના સુપ્રસિધ્ધ લાડકી ગીત પર લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી બેટી બચાવો સંદેશને આવકર્યો હતો.