• રાજકોટ ડેરીના ચેરમેન અને કિસાન સંઘના પ્રમુખના આક્ષેપ પ્રતિ-આક્ષેપનો મામલો મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

  • આક્ષેપ બાજી બાદ કિસાન સંઘ લડતના મૂડમાં આવી ગયું છે. આ માટે કિસાન સંઘ દ્વારા લીગલ ટીમની મદદ લેવાશે


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લા ડેરી (rajkot dairy) અને કિસાન સંઘ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આવામાં કિસાન સંઘ (kisan sangh) દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ કરાયું છે. કિસાન સંઘ સાથે તાલુકા વાઇઝ ખેડૂતોએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટર મૂકી વિરોધ નોંધાવ્યો છે. ‘ગોવિંદ રાણપરિયા જાહેરમાં માફી માંગે નહિ, તો ઉગ્ર આંદોલન થશે’ તેવી ચીમકી કિસાન સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદાકીય કાર્યવાહી કરશે કિસાન સંઘ 
રાજકોટ ડેરીના ચેરમેન અને કિસાન સંઘના પ્રમુખના આક્ષેપ પ્રતિ-આક્ષેપનો મામલો મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એકબીજા પર થયેલ આક્ષેપ બાજી બાદ કિસાન સંઘ લડતના મૂડમાં આવી ગયું છે. આ માટે કિસાન સંઘ દ્વારા લીગલ ટીમની મદદ લેવાશે તેવી તેઓએ વાત કરી છે. એડવોકેટ સુરેશ ફળદુની મદદથી આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું છે. 


આ પણ વાંચો : ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સર્જ્યો, 101 દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી 


પોસ્ટરો વાયરલ થયાં
જસદણ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાળુભાઈ ચાવડાએ પોતાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે, જેમાં લખ્યું છે કે રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા દ્વારા જે ખોટા આક્ષેપો ભારતીય કિસાન સંઘ પર કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકો સારી રીતે જાણે છે આથી જાહેરમાં માફી માગે, નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો : લોહીથી રંગાઈ કૃષ્ણનગરી દ્વારકા : બ્રાહ્મણની ક્રુર હત્યા બાદ રબારી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી


કિસાન સંઘનો ડેરી પર ભ્રષ્ટાચારના આરોપ 
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા ડેરી અને ભારતીય કિસાન સંઘ વચ્ચે છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ડેરીમાં કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ કિસાન સંઘે કર્યો હતો. ડેરીમાં ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જિલ્લામાં દૂધનો ભાવ પરત પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા આપવામાં આવ્યો  નથી. જિલ્લાના 594 ગામ પૈકી ચેરમેનના એક માત્ર સાજડીયાડી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો બીજી તરફ, રાજકોટ ડેરીએ આ તમામ આરોપો ફગાવી દીધા હતા. 


આ પણ વાંચો : ‘25% ફીમાં રાહત મળશે, જેના માટે વાલીઓ તૈયાર રહે...’ ફીના કકળાટ વચ્ચે વાયરલ થયો વાલી નરેશ શાહનો આ મેસેજ