ગૌરવ પટેલ/ અમદાવાદ : દેશના ખેડૂતોને ન્યુનતમ વેતન મળે તે માટે સરકારે કાયદો બનાવવો જોઇએ આ માગં કરી કિસાન સ્વરાજ સંગઠને અમદાવાદમાં મહાત્મા ગાઁધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા બે દિવસથી ચાલતા કિસાન ચોથા કિસાન સ્વરાજ સંમેલનનમાં ખેડૂત ખેતી અને એમાંય સજીવ ખેતીને કઇ રીતે બચાવી શકાય તેના પર વ્પાપક ચર્ચા થઇ ચર્ચાને અંતે  ખેડૂતો માટે સરકાર સામે કેટલાક ચોક્કસ મુદ્દા મુકવાનો નિર્ણય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં દેશના ખેડૂતો માટે ન્યુનતમ આવકનો કાયદો બનાવવાની માંગ કરવામાં આવી સાથેજ વર્ષ 2013માં સંસદ દ્વારા તૈયાર કરવામાં આવેલા જમીન સંપાદનના કાયદાને સંપુર્ણ પણે લાગુ કરવાની માગ કરાઇ, ઉપરાંત ભારતમાં ખેતીના પશ્વિમી મોડલેન ન અનુસરવા માટે પણ અપીલ કરાઇ હતી. આશા કિસાન સ્વરાજ સંસ્થાના નેશનલ કોર્ડીનેટર  કિરણ કુમારના જણાવ્યા પ્રમાણે પાશ્વાત દેશોમાં એક કે બે લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે અને બાકીનાને ખેતીથી દુર રહે અથવા તો કરવામાં આવે છે, તે મોડલને ભારતમાં લાગુ ન કરવુ જોઇએ, ઉપરાંત તેમને માંગ કરી કે ખેડૂતને ખેત ઉત્પાદનના પુરતા અને પોષણક્ષણ ભાવ, પુરતો પાક વિમો, દેવા માંથી મુક્તી અને કુદરતી આપત્તી સમયે ખેતીને થઇ રહેલા નુકસાનનું પુરતુ વળતર મળવુ જોઇએ.


કિરણ કુમારના અનુસાર  તેમણે ઉમેર્યુ કે દિવસે દિવેસ કેમીકલ અને રસાયણના લીધે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને તેની સાથે ઝેર યુક્ત ખેત ઉત્પાદનો થઇ રહ્યા છે ત્યારે સરકારે સજીવ ખેતીને પ્રાધાન્ય આપવું જોઇએ જરૂર પડે સરકારે આના માટે બજેટમાં  અલગથી જોગાવાઇ કરવી જોઇએ દેશમાં રહેલ જંગલ જમીન અને બીજ પર માત્ર ખેડૂતોનો અધિકાર હોવો જોઇએ આ સંશાધન તેમની પાસે જળવાઇ રહેવા જોઇએ તેમાં કોઇ ઉદ્યોગ કે કોર્પોરેટ કંપનીનું એન્ક્રોચમેન્ટ ન થવુ જોઇએ  બે દિવસના આ કિસાન સ્વરાજ સંમેલનમાં દેશના 19 રાજ્યોના 1 હજારથી વધુ ખેડૂતો અને કૃષિવિજ્ઞાનીઓ તથા સજીવ ખેતી સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો