Makar Sankranti 2024: ઉત્તરાયણ પર વર્ષોથી અહીં ચગ્યો નથી પતંગ, લોકો રમે છે ક્રિકેટ, જાણો કેમ
Makar Sankranti festival: ધાનેરાના ફતેપુરા ગામમાં 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણ (uttarayan 2024) ની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.
Uttarayan 2024 :આજે આખુ ગુજરાત ઉત્તરાયણ (uttarayan) ના તહેવારની ઉજવણી કરી રહ્યુ છે. પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. 32 વર્ષથી ઉત્તરાયણના દિવસે આ ગામમા કોઈએ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવાર ઉજવે છે. એટલુ જ નહિ, આ ગામમા જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે.
Makar Sankranti: મકરસંક્રાંતિ પર કરજો આ વસ્તુનું દાન, શનિ અને સૂર્ય દોષથી મળશે મુક્ત
કુંડળી બતાવ્યા વિના મકર સંક્રાંતિ પર કરશો નહી તલનું દાન, શનિ દેવ થશે નારાજ
ઉજવણી ન કરવા પાછળ છે દુખદ ઘટના
ધાનેરાના ફતેપુરા ગામમાં 32 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણ (uttarayan 2024) ની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગામના અનેક ઘરો ઉપર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલા અનેક બાળકોએ પતંગ ચગાવતા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરાયો છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી. 1996માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. 1991 થી ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી.
14મી કે 15મી જાન્યુઆરી...ક્યારે ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ ? જાણો શુભ સમય અને મહત્વ
દેવતાના શ્રાપથી જ્યાં પત્થર બની ગઇ આખે આખી જાન, સંક્રાંતિ મેળા માટે જાણિતું છે આ ધામ
પતંગ ચગાવે તો દંડ કરાય છે
ફતેપુરા ગામના લોકો આજે પતંગથી દૂર રહીને દાનધર્મનું કામ કરે છે. અહી વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે. વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. પરંતુ આ ગામનો એક નિયમ પણ છે. જો કોઈ ઉતરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને 11 હજાર રૂપિયાનો દંડ કરાય છે.
દેશ-વિદેશમાં ડિમાન્ડ છે ગુજરાતના શહેરમાં બનેલી પતંગોની, કરોડોનું થાય છે ટર્નઓવર
પેચ લડાવવાની મજા માણવી હોય તો કરી લેજો આટલી તૈયારી, પતંગબાજો માટે કામની છે આ વાતો
ગામના યુવકે કહ્યું હતું કે, અમારા ગામમાં ભૂતકાળમાં અનેક બનાવો બનતા હવે કોઈ પતંગ ચગાવતા નથી. તો ગામના વડીલ કહે છે કે, અમારા ગામના વડીલોએ પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તે આજે પણ અકબંધ છે. ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી આજ સુધી આ ગામમાં કોઈએ દોરી, પતંગ ઉત્તરાણની ઉજવણી થતી નથી.
Multibagger Stock: આ શેરનો છે જબરો ઠાઠ, 1 લાખના બની ગયા 1 કરોડ, આંખો મીચીને ખરીદી લો
Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી